રાજય સરકાર વિરુઘ્ધ ઉગ્ર સુત્રોચ્ચાાર રોષ વ્યકત કરાયો
રાજ્યમાં લોકરક્ષકની ૯૭૧૩ જગ્યા માટે પરીક્ષા યોજાવાની હતી તેમાં ૮૭૬૩૫૬ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા પરીક્ષા નો સમય બપોરે ૩:૦૦ થી ૪:૦૦ સુધી હતો ઉમેદવારોએ ૧૨:૦૦ કલાકે કેંદ્ર પર પહોંચવાનું હતું પરંતુપરીક્ષા ચાલુ થાય તે પહેલાં જ બપોરના સમયે રાજ્યના પોલીસ વિભાગના અધિકારી વિકાસ સહાય એ પેપર લીક થતા લોકરક્ષક દળની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો અને એક મહિના પછી પરીક્ષા યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
તેના પડઘા રાજુલામાં પડ્યા રાજુલા કોંગ્રેસ એનએસયુઆઇ યુથ કોંગ્રેસ સહિતના લોકોએ પેપર લીક ના વિરુદ્ધ માં પુતળા દહન કરવામાં આવ્યું હતું અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા આ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ જોષી યુથ કોંગ્રેસ શહેર પ્રમુખ નિરવભાઈ ભટ્ટ એનએસયુઆઇ શહેર પ્રમુખ રવિરાજભાઈ ધાખડા એનએસયુઆઇ તાલુકા ઉપપ્રમુખ રમેશભાઈ લાખણોત્રા, કોંગ્રેસ તાલુકા ઉપપ્રમુખ દુલાભાઈ વાજા કોંગ્રેસ મહામંત્રી શીવાભાઈ મકવાણા, લોક સરકાર વિધાનસભા ઈનચાર્જ લાલાભાઈ વાધ યુથ કોંગ્રેસ મહામંત્રી હિતેશભાઈ વાળા નગરપાલિકા સદસ્ય પ્રવિણભાઇ વાધેલા, રમેશભાઈ કાતરીયા, કિશોરભાઈ ધાખડા સહિત ના કોંગીકાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો