તેલીબીયા જણસોમાં કમિશનની ટકાવારી વધારવાની માંગણી સાથે આજથી હડતાલ પર
કપાસ, મગફળી, તલ અને એરંડા સહિતના તેલીબીયાની જણસીમાં કમિશનની ટકાવારી ૧ ટકાથી વધારી ૧॥ટકા કરવાની માંગણી સાથે આજથી રાજકોટ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જેના કારણે કરોડો ‚પિયાનું ટર્નઓવર પર અટકી ગયું છે.
ગત શનિવારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કમિશન એજન્ટોની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જયાં સુધી તેલેબીયા જણસો પર મળતા કમિશનના દરમાં અર્ધા ટકાનો વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી જવું જેના ભાગ‚પે આજથી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. રાજકોટ યાર્ડમાં કમિશન એજન્ટોને છેલ્લા ચાર દાયકાથી મગફળી, કપાસ, તલ અને એરંડા જેવી તેલીબીયા જણસી પર એક ટકો કમિશન આપવામાં આવે છે. જે વધારી દોઢ ટકો કરવાની માંગણી કરી છે. અન્ય જણસી પર પહેલાથી દોઢ ટકો કમિશન આપવામાં આવે છે. આજથી રાજકોટ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ હડતાલ પર ઉતરી જતા કરોડો ‚પિયાનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું હતું.
નવા માર્કેટીંગ યાર્ડમાં દલાલો દ્વારા હડતાલ કરવામાં આવી હતી. જેની વિગત જણાવતા માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દલાલો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે તેલીબિયા કોમોડીટી કે જેમાં ૧% સે.સ. આપવામાં આવે છે. જેના પગલે દલાલોની માંગણી એવી હતી કે બધી કોમોડીટીમાં ૧.૩૦% કરી દેવામાં આવે પરંતુ નોટબંધી અને જીએસટી આવ્યા બાદ ખેડૂતોના ધંધા પર ઘણી અસર પડી હતી. પરંતુ દલાલો દ્વારા ૧.૩૦% સે.સ.ની માંગણી કરવામાં આવી છે અને જેના કારણે ઉત્પાદકને માર પડી શકે છે અને ખેડુતોને નુકસાન થઈ શકે છે અને ખેડુતોના હિતમાં દલાલોની વાત પર સહેમત ન થતા દલાલો દ્વારા હડતાલ કરવામાં આવી છે.