આજે સાંજે ઈન્ડિયા’સ ગોટ ટેલેન્ટનાં કલાકારો ડાન્સ પર્ફોમન્સ આપશે: નૃત્ય સ્પર્ધાનું પણ આયોજન
મધુવન કલબ દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવ ‘રાજકોટ કા રાજા’ના લોકદરબારમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પધારેલા અને ગણપતિજી સહિત રિદ્ધિ-સિદ્ધિની આરતીનો અનેરો લ્હાવો લીધો હતો. ઉપરાંત કાલે રાજકોટ કા રાજાના મેદાનમાં ૮૦૦૦થી વધારે લોકોની હાજરીમાં વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટ કા રાજાનાં ભવ્ય આયોજન બદલ પ્રમુખને અભિનંદન આપી સંબોધન કરાયું હતું.
ઉપરાંત રાત્રે ભારતમાં પ્રચલિત એવું શીવતાંડવ નૃત્ય તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ નામાંકિત એવા કલાકારો સંગ અદભુત અજોડ આદિવાસી નૃત્યની મજા ‘રાજકોટ કા રાજા’નાં આંગણે ૧૦૦૦થી વધુ લોકોએ માણી હતી.
આજે રાત્રે રાજકોટ કા રાજા લોક દરબારમાં નેશનલ લેવલે ફેમસ એવા ઈન્ડીયાસ ગોટ ટેલેન્ટના કલાકારો દ્વારા ડાન્સ પરર્ફોમન્સ કરવામાં આવશે અને નાના-મોટા અન્ય બાળકો દ્વારા ડાન્સ કોમ્પીટીશન પણ રાખવામાં આવેલ છે. આવતીકાલે ફકત બહેનો માટે દાંડિયારાસ કોમ્પીટીશન રાખવામાં આવેલ છે.
દાનપેટીની રક્ષા કરતા બાલ ગણેશ
મધુવન કલબ દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે રાજકોટ કા મહારાજા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ ગણેશ મહોત્સવમાં બાલગણેશની મૂર્તિ દાનપેટીની બાજુમાં મુકવામાં આવી છે. જેથી બાલ ગણેશ જાણે દાનપેટીની રક્ષા કરતા હોય તેવું દ્રશ્ય સર્જાયું છે.