રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં ૯૦ મતદાન મકો વધવા અંગે રાજકીય પક્ષો સામે બેઠક યોજતા કલેકટર
મતદાર યાદી સુધારણા બાદ રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં ૯૦ મતદાન મકો વધારવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. ઉપરાંત બીએલઓ દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે જેની ચકાસણી માટે રાજય ચૂંટણીપંચની ટીમ રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી છે. દરમિયાન આજે જિલ્લા કલેકટરે મતદાન મકો વધવા મામલે રાજકીય પક્ષો સો બેઠક યોજી વાંધા-સુચનો માંગ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ તા.૧ જૂની ૨૦ જુન દરમિયાન ચૂંટણીપંચ દ્વારા રાજયના તમામ વિધાનસભા મતક્ષેત્રમાં બીએલઓને ડોર ટુ ડોર મોકલી મતદાર યાદીની સુધારણા ઝુંબેશ હા ધરવામાં આવી છે. આ સંજોગોમાં બીએલઓની કામગીરીની ચકાસણી માટે રાજય ચુંટણીપંચના નાયબ સચિવ અને સેકશન અધિકારી રાજકોટ જિલ્લાની મુલાકાતે આવ્યા છે અને બીએલઓની કામગીરીની ક્રોસ તપાસ કરી મતદારો પાસેી વિગતો મેળવી હતી.
દરમિયાન મતદાર યાદી સુધારણા ઝુંબેશ બાદ રાજકોટ જિલ્લામાં ૩૫૯૬૮ મતદારો વધતા ૯૦ મતદાન મકો વધારવા પડે તેમ હોય આ મુદ્દે પણ ચૂંટણીપંચની ટીમે વિગતો મેળવી હતી. સાો સા આજે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ રાજકીય પક્ષો સો બેઠક યોજી નવા મતદાન મકો અંગે વાંધા સુચનો માગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજરોજ જિલ્લા કલેકટરે આર.ઓ. બેઠક, સીટ અંગેની બેઠક અને રાજકીય પક્ષો સો બેઠકો યોજી બપોર સુધી મીટીંગનો દૌર જારી રાખ્યો હતો.