ગોંડલ, જેતપુર અને જામકંડોરણા તાલુકાના શહેરી-ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવાયા

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનીટી અંતર્ગત રાજકોટ જિલ્લામાં એકતા યાત્રાનો બીજા તબકકાનો કાર્યક્રમ આગામી તા. ૧૫ નવેમ્બર થી તા. ૨૦ નવેમ્બર સુધી યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના બાકી રહેતા ગોંડલ, જેતપુર અને જામકંડોરણા તાલુકાના શહેરી/ગ્રામ્ય વિસ્તારના વધુ વસતિ ધરાવતા ગામોને આવરી લેવામાં આવેલ છે.

આ એકતા યાત્રામાં ગોંડલ તાલુકાના ૧૦ ગામો, જેતપુર તાલુકાના ૨૦ ગામો, જેતપુર નગરપાલિકા વિસ્તાર અને જામ કંડોરણા તાલુકાના ૨૦ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આમ કુલ ૫૦ ગામો અને એક શહેરી વિસ્તાર આવરી લેવામાં આવેલ છે. આ એકતા યાત્રામાં એડવાન્સ ર અને મેઇન ર એમ બે રહેશે. એડવાન્સ રમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે કલાકારોનું જુ અને એલઇડી દ્વારા ૧૨ મીનીટની ફિલ્મ દર્શાવવામાં આવશે. આ ફિલ્મમાં ગત તા. ૩૧ ઓકટોબરના રોજ નર્મદા ડેમ સાઇટ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનીટીનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની ફિલ્મ દર્શાવવામાં આવશે. અને મેઇન રમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ રહેશે. આ એકતા યાત્રાના રૂટની વિગતો જોઇએ તો તા. ૧૫ના રોજ ગોંડલ તાલુકાના બંધીયા, ઘોઘાવદર, મોટા દડવા, ખાંડાધાર, વાછરા, શેમળા, ભરૂડી, ભુણાવા, બીલીયાળા અને ભોજપરા ગામે એકતા યાત્રાનો ર ફરશે. તા. ૧૬ના રોજ એકતા યાત્રાનો ર જેતપુર નગરપાલિકાના વિવિધ વોર્ડોમાં ફરશે. તા. ૧૭ તા ૧૮ના રોજ એકતા યાત્રા જેતપુર તાલુકાના ચાંપરાજપુર, બોરડી સમઢીયાળા, ખારચીયા, ભેડા પીપળીયા, રેશમડી ગાલોલ, અમરાપર, ચારણ સમઢીયાળા, ચારણીયા, થાણાગાલોળ, ખીરસરા, મોટા ગુંદાળા, મંડલીકપુર, પેઢલા, પાંચ પીપળા,લુણાગરી, લુણાગરા, કેરાળી, પ્રેમગઢ, મેવાસા, જાંબુડી ગામે ફરશે. તા. ૧૯ તા ૨૦ નવેમ્બરના રોજ જામકંડોરણા તાલુકાના બંધીયા, ખજુરડા, ખાટલી, બાલાપર, પાદરીયા, ઉજળા, પીપરડી, જશાપર, અડવાળ, બેલડા, સોડવદર, હરીયાસણ, રોધેલ, સનાળા  બોરીયા, વાવડી, દડવી, રાજપરા, પીપળીયા એજન્સી અને સાતોદડ ગામે એકતા યાત્રાનો ર ફરશે.

રાજકોટ જિલ્લાના આ બીજા તબકકાના એકતા યાત્રાના રના કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા અને અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા સુઆયોજીત વ્યવસ ગોઠવાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.