ડીઇઓને અનેક વખત વાલીઓએ રજુઆત કરવા છતાં ખાનગી સ્કુલ આરટીઇ મામલે પગલા ન લેવાતા વાલીઓ ભરાયા રોષે તોડફોડ થઇ ગયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી
રાઇટ ટુ એજયુકેશન (આરટીઇ) એકટ અંતર્ગત ધો.૧માં પ્રવેશ માટેની કાર્યવાહ શૈક્ષણિક વર્ષ શરુ થાય તે પડેલા પૂર્ણ કરવાના શિક્ષણ વિભાગના દાવા આ વર્ષે પણ પોકળ સાબીત થઇ છે. જો કે આરટીઇનો પ્રથમ તબકકો પૂર્ણ થઇ ચુકયો છે. બીજા તબકકાની સતાવાર જાહેરાત કરાઇ નથી.
ત્યારે રાજકોટ શિક્ષણાધિકારીની કચેરીએ વાલીઓએ આજે તોડફોડ કરી હતી ડી.ઇ.ઓને અનેક વખત વાલીઓએ રજુઆત કરવા છતાં ખાનગી સ્કુલઇમાં આર.ટી.ઇ.મામલે પગલા ન લેવાતા વાલીઓ રોષે ભરાઇને તોડફોડ કરી હતી. તોડફોડ થઇ ગયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે સેન્ટમેરી સ્કુલમાં પ૬ વિઘાર્થીઓને હજુ આરટીઇ અંતર્ગત પ્રવેશ મળ્યો નથી જેને લઇને વાલીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે. શિક્ષણ વિભાગ દ્વારા બે તબકકામાં પ્રવેશ યાદી જાહેર કરી જુનના પ્રથમ સપ્તાહમાં કાર્યવાહી આટોપી લેવાની પોકાર હતી.
પરંતુ બીજો તબકકાની સત્તાવાર જાહેરાત કરાઇ નથી અને વિઘાર્થીઓ અને વાલીઓ મુંઝવણમાં મુકાયા છે. આજે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ સેન્ટમેરી સ્કુલમાં પ્રવેશ મેળવવા પ૬ જેટલા વિઘાર્થીઓએ ધો.૧ માં આરટીઇ અંતર્ગત પ્રવેશ મેળવવા ફોર્મ ૧૦ દિવસ અગાઉ ફરીથી ભર્યા હતા જો કે હાઇકોર્ટના ચુકાદા મુજબ સેન્ટમેરી સ્કુલ સામે કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે જેથી આ પ૬ વિઘાર્થીઓને અન્ય સ્કુલમા પ્રવેશ મેળવામાં હજુ સરકાર નિષ્ફળ નીવડી છે.
ત્યારે આજરોજ વાલી ઉગ્ર રોષે ભરાઇને રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ તોડફોડ કરી હતી. અને અનેક વાર રજુઆત છતાં ડીઇઓ દ્વારા કોઇ પગલા ન લેવાતા વાલીઓ ઉગ્ર રોષે ભરાયા હતા. તાત્કાલીક પણે ૫૬ જેટલા વિઘાર્થીઓને અન્ય સ્કુલમાં પ્રવેશ મળે તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.