લોકસભાની ચુંટણી સંદર્ભે ૭૭ કલાર્કની બદલીનો ઘાણવો ઉતાર્યા બાદ ફરી નાયબ મામલતદારોની બદલી કરતા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા

રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ લોકસભાની ચુંટણી સંદર્ભે ૭૭ કલાર્કની બદલીના ઓર્ડર કર્યા બાદ ફરી ૩૧ નાયબ મામલતદારોની આંતરીક બદલીનો ઘાણવો ઉતાર્યો છે. ૩૧ પૈકી ૨૬ નાયબ મામલતદારોને વિવિધ કચેરીઓમાં લોકસભા ચુંટણીની કામગીરી સોંપવામાં આવી છે.

કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ગઈકાલે બપોરે રાજકોટ જિલ્લાના ૭૭ કલાર્કની બદલીના ઓર્ડર કર્યા હતા. થોડી કલાકો બાદ સાંજે ફરી ૩૧ નાયબ મામલતદારોની પણ બદલીના હુકમો કર્યા હતા. આ નાયબ મામલતદારો પૈકી ૨૬ને લોકસભાની ચુંટણીની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં કે.જી.સખીયાને કલેકટર કચેરી, એચ.આર.સાંચલાને કલેકટર કચેરી, એ.એસ.દોશીને કલેકટર કચેરી, એચ.ડી.દુલેરાને પૂર્વ વિધાનસભા મતદાન વિભાગ, એચ.ડી.રૈયાણીને શહેર-૨ પ્રાંત, આર.એસ.લાવડીયાને શહેર-૧ પ્રાંત, એમ.ડી.રાઠોડને ગ્રામ્ય પ્રાંત, પી.એમ.ભેંસાણીયાને જસદણ પ્રાંત, વી.બી.રાજયગુરુને ગોંડલ પ્રાંત, વી.વી.વસાણીને તાલુકા મામલતદાર કચેરી, એસ.એ.ખીમાણીને ધોરાજી પ્રાંત, જે.એલ.રાજાવાઢાને પડધરી મામલતદાર કચેરી, જે.એમ.દેકાવાડીયાને રાજકોટ તાલુકા મામલતદાર કચેરી, આર.કે.વાછાણીને પૂર્વ મામલતદાર કચેરી, બી.જે.પંડયાને પશ્ચીમ મામલતદાર કચેરી, એમ.કે.રામાણીને દક્ષિણ મામલતદાર કચેરી, ડી.વી.ગોરડીયાને લોધીકા મામલતદાર કચેરી, સી.જી.પારખીયાને કોટડાસાંગાણી મામલતદાર કચેરી, વી.એલ.ધાનાણીને જસદણ મામલતદાર કચેરી, આર.ડી.જાડેજાને વિંછીયા મામલતદાર કચેરી, એસ.આર.મણવરને ગોંડલ મામલતદાર કચેરી, પી.એચ.આચાર્યને જેતપુર મામલતદાર કચેરી, આર.જે.લુણાગરીયાને જામકંડોરણા મામલતદાર કચેરી, જી.ડી.નંદાણીયાને ધોરાજી મામલતદાર કચેરી, બી.પી.બોરખતરીયાને ઉપલેટા મામલતદાર કચેરી, એ.એમ.ટીલાળાને જિલ્લા પંચાયત કચેરીમાં લોકસભાની ચુંટણીની કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત આર.બી.મઢાની જસદણ, એમ.ડી.ભાલોડીની રાજકોટ, એમ.એમ.જાડેજાની શહેર-૨ પ્રાંત રાજકોટ, વી.પી.રાદડીયાની યુએલસી શાખા રાજકોટ અને એસ.કે.ઉધાડની જસદણ બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.