રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેઇફ એન્ડ સીક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા સીસીટીવી કેમેરા તથા અન્ય આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉભી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા અને વાઈ-ફાઈ એક્સેસ પોઇન્ટ ફેસિલિટી ઇન્સ્ટોલ કરવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેમ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.અંદાજે કુલ રૂ. ૬૯ કરોડનો ખર્ચ ધરાવતા આ આ સમગ્ર પ્રોજેકટમાં શહેરમાં પ્રથમ તબક્કે જે સ્થળોએ સીસીટીવી કેમેરા અને વાઈ-ફાઈ એક્સેસ પોઇન્ટ ફેસિલિટી ઇન્સ્ટોલ કરવાના થાય છે તેમાં હાલના તબક્કે થયેલી કામગીરી વિશે વાત કરતા કમિશનરશ્રીએ કહ્યું કે, ૧૦૭ સ્થળો પૈકી ૬૬ સ્થળોએ સીસીટીવીની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવેલ છે. જ્યારે ૧૪ પૈકી ૯ સ્થળોએ વાઈ-ફાઈ ફેસિલિટીની કામગીરી કરવામાં આવેલ છે.દરમ્યાન, સીસીટીવી માટેના ૨૩૪ પોલ ફાઉન્ડેશન પૈકી ૧૭૦ પોલ ઉભા કરવા સંબંધી કામગીરી આટોપી લેવામાં આવી છે.જ્યારે ૧૨૨ પૈકી ૯૦ સ્થળોએ કેબિનેટ ઇન્સ્ટોલ કરવા અને કેબલિંગની કામગીરી પૂર્ણ થઇ છે. સીસીટીવી નેટવર્ક માટેના કેબલિંગ અર્થે ૧૦૭ પૈકી ૬૮ સ્થળોએ રોડ પર ચરેડા કરી બાકીની કામગીરી હાથ પર લેવામાં આવેલ છે.વિશેષમાં, રાજકોટને વાઈ-ફાઈ સિસ્ટમથી સુસજ્જ કરવા માટે થઇ રહેલી કામગીરી ઉપર દ્રષ્ટિપાત કરીએ તો, ૮૭ પૈકી ૬૧ સ્થળોએ વાઈ-ફાઈ પોલના ફાઉન્ડેશન તૈયાર કરી લેવામાં આવેલ છે અને ૨૦ પૈકી ૧૩ સ્થળોએ કેબિનેટ ઇન્સ્ટોલેશન અને કેબલિંગ અંગેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.આ પ્રોજેક્ટ તબક્કાવાર અમલમાં મુકવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં કુલ ૯૭૩ કેમેરા પૈકી શહેરનાં તમામ મુખ્ય માર્ગો પર ૪૮૭ કેમેરા, ૧૦ ડિસ્પ્લે બોર્ડ , ૧૨૫ વાઈ-ફાઈ એકસેસ પોઈન્ટ ડીવાઈસ તથા ૨૫ ઈંઘઝ (એન્વાયરમેન્ટ સેન્સર) ઈન્સ્ટોલ કરવામાં આવશે અને પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. ૪૭ કરોડ ૫૦ લાખ જેટલો ખર્ચ થશે. ત્યાર બાદ બાકી રહેતી કામગીરી તબક્કા વાર અમલમાં મુકવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, શુભ દિન.
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- Royal Enfield કરશે HunterHood Street Culture Festival Hunter 350 નું Celebration…
- TATA Curve Dark Edition ભારતમાં દમદાર ફીચર્સ સાથે લોન્ચ…
- ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સુખરૂપ સમાપન
- ગુજરાતના 6 લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા
- સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયેલાં યુવકનો બે દિવસ બાદ મળ્યો મૃ*તદેહ!!!
- આ કારણોથી ઘરોમાં લાગે છે આગ..!