- મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે જૈનમ્ની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- ફ્લોટ્સને સબસીડી, વેશભૂષા સ્પર્ધા, નવકાર મંત્રના પદના 108 બાળકોને ગીફ્ટ અને વિજેતાને ઇનામો અપાશે
જૈનમ્નાં સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં આ વખતની ભવ્ય અને દર્શનીય ધર્મયાત્રા મહાવીર જન્મ કલ્યાણક નિમિતે થવા જઈ રહી છે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે શૈલેષભાઇ માંઉએ જણાવ્યું હતું કે જેમાં અનેકવિધ ફલોટ, અનુકંપારથ, પ્રભુજીનો ચાંદીનો રથ, વિરપ્રભુનું પારણું, મ્યુઝીકલ બેન્ડ, કળશધારી બહેનો, વેશભુષામાં સજ્જ બાળકો જોડાવવાના છે એવી સુંદર ધર્મયાત્રા અને ધર્મયાત્રા પૂર્ણ થયે યોજાનાર ધર્મસભા કે જેમાં અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો આર્શિવચન પાઠવશે, સમાજ શ્રેષ્ઠીઓ પ્રેરક ઉદ્બોધન આપશે, અલગ-અલગ સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામોથી નવાઝવામાં આવશે. તેવી ધર્મસભા તથા ધર્મયાત્રાનાં આ વખતનાં અધ્યક્ષ તરીકે જાણીતા ઉદારદીલા દાનવીર દાતા એવા શ્રીમતિ દામીનીબેન પીયુષભાઈ કામદારની વરણી કરવામાં આવી છે.
ધર્મયાત્રામાં જોડાતા તમામ ફલોટ ધારકોને આર્થિક સહયોગ મળી રહે તેવા હેતુથી ખર્ચને પહોંચી વળવા માટે સબસીડી, જન્ક કલ્યાણકનાં દિવસે યોજાતી વેશભુષા સ્પર્ધાનાં તમામ સ્પર્ધકોને ગીફ્ટ તેમજ આ સ્પધામાં વિજેતા થનાર બાળકોને ઈનામો આ ઉપરાંત નવ નવકાર મંત્રનાં પદનાં સ્ટેજ જેમાં કુલ 108 બાળકો ધર્મયાત્રાને સ્વાગત કરવાનાં છે તમામ બાળકોને એક સુંદર ગીફટ જાણીતા જૈન અગ્રણી જીતુભાઈ બેનાણી દ્વારા આપવામાં આવનાર છે. ધર્મયાત્રામાં જોડાનાર અનુકંપા રથ કે જેમાંથી ધર્મયાત્રાનાં રૂટ ઉપર ભાવિકોને પ્રભાવના વિતરણ કરવામાં આવશે. તેનો લાભ નીતીનભાઈ કામદાર (જુલીયાના ફેશન) દ્વારા લેવામાં આવ્યો છે. ધર્મસભા પૂર્ણ થયે લાડુંની પ્રભાવના હરેશ વોરા તથા રાજુભાઈ પારેખ દ્વારા કરવામાં આવનાર છે. હાલમાં પડી રહેલ ભયંકર તડકાનાં માહોલમાં શ્રાવકોને રક્ષણ માટે હિતેશભાઈ મહેતા દ્વારા 500 ટોપીનું વિતરણની સેવા કરવામાં આવનાર છે.
ભગવાન મહાવીર સ્વામીનાં બાળ સ્વરૂપને પ્રભુજીનું પારણું બનાવી ઝુલાવવામાં આવશે. આ પારણામાં ચાંદીથી બનેલા 14 સ્વપ્નો, ફળફળાદી વિગેરેથી સજાવટ કરી બનાવવામાં આવશે. જે જોવું એ એક લ્હાવો છે. આ પ્રભુજીનું પારણુંને દાતા પ્રદિપભાઇ વોરા દ્વારા દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. રવિવારના રોજ જે પણ દેરાસરમાં ભગવાનશ્રી મહાવીર સ્વામી બિરાજમાન છે તે તમામ દેરાસરમાં પ્રભુજીની પ્રતિમાને વિશેષ આંગી જૈનમ દ્વારા કરવામાં આવશે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે સેજલભાઇ કોઠારી, શૈલેષભાઇ માઉ, રાજેશભાઇ મોદી, ધીરેનભાઇ ભરવાડા, કૌશિકભાઇ કોઠારી, હિતેશભાઇ શાહ, અમીત લાખાણી, હેમલભાઇ પારેખ, નીલેશભાઇ દોશી સહિતનાઓ ઉ5સ્થિત રહ્યા હતા.
જૈનમ-સમસ્ત જૈન સમાજ આયોજીત ઓપન રંગોળી સ્પર્ધામાં હોંશભેર ભાગ લેતા સ્પર્ધકો
ગઈકાલે શ્રીમદ્ રાજચંદ્ર મંદિર ખાતે યોજાયેલ રંગોળી સ્પર્ધામાં અનેક સ્પર્ધકોએ ભાગ લઈ ભગવાન મહાવીરનાં અનેક સ્વરૂપોને મૂર્તિમંત કર્યા હતા. આ સ્પર્ધાને ધર્મસભા-ધર્મયાત્રાનાં અધ્યક્ષા દામીનીબોન પીયુષભાઈ કામદાર, ઝરણાબોન વિભાશભાઈ શેઠ, જાગૃતિબોન કમલેશભાઈ શાહ દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. સ્પર્ધકોનું મોનીટરીંગ અને પ્રોત્સાહન કામીનીભાઈ ભાવિનભાઈ ઉદાણી, કાજલબોન જુગલભાઈ દોશી વિગેરેએ કરેલ હતું. સ્પર્ધકોને સન્માન પત્ર અને પુરસ્કાર અંકિતાબોન જયભાઈ ખારા, રૂપલબોન સેતલભાઈ સોલંકી, કવિતાબોન પારસભાઈ શેઠ, માલીનીબોન ચિરાગભાઈ દોશીનાં હસ્તે આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ચિત્રનગરીનાં હેમાબોન મુકેશભાઈ વ્યાસ, રૂપલબોન સેતલભાઈ સોલંકી તથા જૈનમ પરિવારનાં કવિતાબોન પારસભાઈ શાહ, શિતલભાઈ અમીષભાઈ દેસાઈ, વિરાભાઈ ભાવિકભાઈ શાહ એ સેવા આપેલ હતી. આ તકે જૈનમ પરિવારનાં જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, વિભાશભાઈ શેઠ, સેજલભાઈ કોઠારી, નિલેશભાઈ દોશી, જયભાઈ કામદાર, કેતનભાઈ ગોસલીયા, કૌશીકભાઈ કોઠારી, કોમલબોન મહેતા વિગેરે હાજર રહયા હતા.