સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર આજથી ફરી સુનાવણી શરૂ થવાની છે. આ વિશે છેલ્લે 8 ડિસેમ્બરે સુનાવણી થઈ હતી પરંતુ દસ્તાવેજોનું ટ્રાન્સલેશન ન થઈ શક્યું હોવાના કારણે કોર્ટે બે મહિના સુધી તારીખ વધારી હતી. ત્યારે કુલ 19,590 પેજમાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના હિસ્સાના 3,260 પેજ જમા થઈ શક્યા નહતા. તે સમયે સુનાવણી પાછી ઠેલવાની માગણી કરતા બોર્ડના વકીલ કપિલ સિબ્બલે  કહ્યું હતું કે, આ કેસ માત્ર જમીન વિવાદ નથી, રાજકીય મુદ્દો પણ છે. તેનાથી ચૂંટણી પણ અસર પડશે. તેથી આ કેસની 2019 પછી સુનાવણી થવી જોઈએ. જોકે કોર્ટે આ દલીલને પાયાવિહોણી ગણાવી હતી અને કહ્યું હતું કે, અમે રાજકીય નહીં કેસના તથ્યને જોઈએ છીએ.

સુપ્રીમ કોર્ટે દરેક પક્ષને કહ્યું હતું કે, હવે આગળ નહીં ઠેલાય સુનાવણી

– ગઈ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ આગામી સુનાવણીની તારીખ 8 ફેબ્રુઆરી નક્કી કરી હતી. તે સમયે તેમણે કહ્યું હતું કે, હવે કોઈ પણ ડોક્યુમેન્ટ્સના કારણે સુનાવણી આગળ ઠેલવાની વાત નહીં કરે. દરેક પક્ષ તેમના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લે. બીજા પક્ષ સાથે બેસીને કોમન મેમોરેન્ડમ પણ બનાવે. કોર્ટે 11 ઓગસ્ટે 7 ભાષામાં ડોક્યુમેન્ટ્સનું ટ્રાન્સલેશન કરાવવાનું કહ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.