રાજકીય ગરમાવો, હાલની ચુંટણીમાં શિવજી અમૃતનો કળશ કોને?
ઓખા મંડળના ઓખા નગરપાલિકામાં ૨૦૧૬માં યોજાયેલ સામાન્ય ચુંટણી બાદ પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ માટે વંદનાબેન વિઠલાણી અને ઉપપ્રમુખ તરીકે સ્વ. પુનાભા માણેક રહ્યા હતા. ઉપપ્રમુખ ના અચાનક અવસાન થતા તેમના પુત્ર માલાભા માણેકની વરણી કરવામાં આવેલ હાલમાં તા. ૧૧-૨-૧૯ ના રોજ અઢી વર્ષની ટર્મ પુરી થઇ રહી છે.
ત્યારે ગુજરાત નગરપાલિકા ચુંટણી નિયમ ૧૯૯૪ ના નિયમ ચાર મુજબ નગરપાલિકાના હાલ ચુંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ તથા ઉપપ્રમુખ ના હોદાદારોની ચુંટણી હોય જે માટે આગામી તા. ૮-૨ ના શુક્રવારે સવારે ૧૧ વાગ્યે પ્રાત અધિકારી ના પ્રમુખ સ્થાને ઓખા નગરપાલિકાના સભા ખંડમાં યોજવામાં આવનાર છે.
ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા જીલ્લાની સતા દોર છેલ્લા પાંચ દાયકાથી ઓખા મંડળના ભામાશા માણેક પરીવારની રહેલ છે અહીં કોઇ પક્ષનું નહી કે કોઇ સમાજ નહીં સર્વે સમાજ ને સાથે રાખી શિવ દરબારનું રાજકારણ ચાલે છે. છેલ્લા સાત ટ્રમથી ધારાસભ્યની ચુંટણીમાં ચુંટાઇ આવતા પબુભા માણેક ગ્રામ પંચાયત જીલ્લા પંચાયત તાલુકા પંચાયત કે રાજય કક્ષાની ચુંટણીમાં હમેશા તમનો દબદબો રહેલ છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ ગુજરાતના નાથ બન્યા હતા ત્યારે પોતાની વિકાસ યાત્રા આ શિવ ભકતને સાથે રાખી કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે ઓખા નગરપાલિકા નો તાજ કોના શીરે રહે? મુખ્ય દાવેદાર ચેતનભાઇ માણેકને ગણવામાં આવે છે.