રાજય સરકારના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
ગોપાલાનંદજી મહારાજની અંતયેષ્ઠિ માટેની તૈયારીઓ છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી. પાલખી યાત્રા એક દિવસ બીલખામાં વિચરણ કર્યું હતુ ત્યાંથી જૂનાગઢ બીલનાથ મંદિરે તેમના પવિત્ર અને પાર્થીવ દેહને અતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરવા રાજય સરકારના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે બ્રહ્મેશ્ર્વરધામ ખશતે તેમનું અત્યંષ્ઠિ કર્મ કરવામાં આવ્યું હતુ જૂનાગઢ બીલનાથ મંદિરથી બ્રહ્મેશ્ર્વર ધામ સુધીની પાલખી યાત્રામાં દેશભરમાંથી વરિષ્ઠ સંતો મહંતો ભાવિક ભકતો જોડાયા હતા.
આ અંગે વધુ વિગત અનુસાર ઉજજૈન અખાડાનાં મુખ્ય ભાપતી ગોપાલાનંદજી મહારાજને જૂનાગઢ ગીરનાર તળેટીમાં આવેલ બ્રહ્મેશ્ર્વર મહાદવે મંદિરમાં તેમનું અત્યેષ્ઠિ કર્મ કરવામાં આવ્યું હતુ. ભારતના જૂદા જૂદા દેશોમાંથી દસ હજાર સાધુ સંતો અને ભકતો ગોપાલાનંદજી મહારાજના ચરણોમાં શ્રધ્ધા સુમન અર્પણ કરીને મહારાજને અંતિમ વિદાય આપી ગઈકાલે ૧૨.૧૭ મીનીટે વરિષ્ઠ સંતો અને શિષ્ય ગણ તેમજ ભાવીક ભક્તોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે દામોદર કુંડ તીર્થક્ષેત્રનાં બ્રહ્મેશ્ર્વર ધામના પટાંગણમાં ચંદનના કાષ્ટ, ગુગળ, ગાયનું ઘી, નારીયેલ, તલ, કપુર અને ગાયના છાણથી તેમનો અંત્યેષ્ઠિ યજ્ઞ કરાયો હતો. આ ઘડીએ જયહો જયહોના નારાથી ગગન ગુંજી ઉઠ્યું હતુ તેમને અંતિમ વિદાય આપવા જન સમુદાયની આંખો ભીની થઈ હતી ભૂદેવો દ્વારા વેદોકત મંત્રોચ્ચાર તેમજ વેદરૂચરઓનાગાન સાથે અગ્નિ અખાડાના વરિષ્ઠ સંત અને તેમના પટ્ટશિષ્ય મ્ય પ્રદેશના વાગડી સંગમ સ્થાનના સંત યોગેશ્ર્વરાનંદજીએ તેમના પાર્થીવદેહને જમણા પગના અંગૂઠે મુખાગ્નિ આપી હતી. તેમના અત્યેષ્ઠી કર્મમાં ઉપસ્થિત સાધુ સંતોએ તેમજ જીવીન મર્મનને વાગોળી હતી.
જીવન પર્યન્ત બ્રહ્મચર્ય વ્રત ધારણકરનાર અને પાળનાર અને વર્ષો સુધી તેમની તપોભૂમી રહેલા ગીરીક્ષેત્રમાં તેમની પાલખી યાત્રાનાં સમયે તેમને માનનારા અગણીત મહાનુભાવોએ તેમને પુષ્પાંજલી અર્પણ કરતાની સાથે તેમણે જીવનભર કરેલા કાર્યોમાં ગૌહત્યા અટકાવી હિન્દુ ધર્મ અને સંસ્કૃતીના રક્ષણ માટે હર હંમેશ તત્પર રહેવું જેવા અનેક સદગુણો અને સદવિચારો માટે લડતા રહેવા તત્પરતા બતાવી હતી તેમના દાદાગૂરૂ પ્રેમાનંદજી મહારાજને જયાં અગ્નિસંસ્કાર અપાયા હતા તે જગ્યાએ તેમના અંતિમ સંસ્કાર થાય તેવી તેમની ઈચ્છાને અનુમોદન આપી ભકત સમુદાયએ અંતયેષ્ઠી બ્રંહ્માનંદ ધામમાં રાખી હતી તેમની ફુલસમાધી તેમની કર્મભૂમી રાવતેશ્ર્વર ધર્માલય ખાતે બનાવવામાં આવશે.