રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવ શુભારંભ
રાજયના અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ શાળા પ્રવેશોત્સવ- ૨૦૧૮ અંતર્ગત ૩૬૮ બાળકોને જામકંડોરણા ખાતે શાળા પ્રવેશ કરાવ્યો હતો.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮નો સમગ્ર રાજયમાં આજરોજ શુભારંભ થયો છે.જેના ભાગરૂપે જામકંડોરણા પ્રાથમિક શાળા,જામકંડોરણા માધ્યમિક શાળા, જામકંડોરણા કન્યા છાત્રાલય તથા આંગણવાડી ખાતે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ૧૩૧ કુમારો અને ૨૩૭ કન્યાઓ મળી કુલ ૩૬૮ છાત્રોને આંગણવાડી,પહેલું ધોરણ અને નવમાં ધોરણમાં વિધિવત રીતે પ્રવેશ અપાયો હતો
મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ શાળામાં પ્રવેશ મેળવતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ, પુસ્તકો તથા ગણવેશ આપી આવકાર્યા હતા. નવો પ્રવેશ મેળવતા બાળકોને મંત્રીશ્રીએ બિરાદાવ્યા હતા.અને શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું.
રાષ્ટ્રીય ઇનામ વિજેતા શિક્ષકશ્રી પ્રવિણભાઇ મોડાસીયાએ નવો પ્રવેશ મેળવતા તમામ બાળકોને જીવનમાં ખંત,ઉત્સાહ, ધગશ અને લગન કેળવવા ખાસ અનુરોધ કર્યો હતો.પોતાના જીવનનો દાખલો આપીને વિપરિત પરિસ્થિતીમાં પણ કઇ રીતે પ્રગતિ સાધી શકાય,તે બાળકોને સમજાવ્યું હતું
આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ શાળાના બાળકોએ મનુષ્ય ગૌરવ ગાન ,યોગનિદર્શન, દેશભકિત, સંસ્કૃતિક કાર્યક્રમો વગેરે રજુ કર્યા હતા.ધોરણ-૩ થી ધોરણ-૮ પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરાયા હતા. રાષ્ટ્રીય શિષ્યવૃતિ મેળવનાર શાળાની બે છાત્રાઓનુ આ પ્રસંગે સન્માન કરાયું હતું તથા શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યશ્રી ચંદુભા ચૌહાણ, સરપંચશ્રી જસમતભાઇ કોયાણી, સી.આર.સી શ્રી વિપુલભાઇ પાંચાણી, શાળાના આચાર્યોશ્રી રજનીકાંત ચાવડા, હર્ષિદાબેન વીરડીયા તથા કુંદનબેન રાવલ, વિદ્યાર્થીઓ,વાલીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.
જેતપુર તાલુકામાં ૧૫૦૭ બાળકોને ધો. ૧માં પ્રવેશ અપાશે
રાજકોટ જિલ્લામાં ગ્રામ્યના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના જેતપુર તાલુકામાં કુલ ૧૫૦૭ બાળકોને ધો.૧માં પ્રવેશ અપાશે. આ બાળકોમાં કુમાર ૮૦૪ અને કન્યા ૭૦૩ નો સમાવેશ થાય છે.
જામકંડોરણા તાલુકામાં ૭૯૩ બાળકોને ધો. ૧માં પ્રવેશ અપાશે
રાજકોટ જિલ્લામાં ગ્રામ્યના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના જામકંડોરણા તાલુકામાં કુલ ૭૯૩ બાળકોને ધો.૧માં પ્રવેશ અપાશે. આ બાળકોમાં કુમાર ૪૬૮ અને કન્યા ૩૨૫ નો સમાવેશ થાય છે.
ધોરાજી તાલુકામાં ૧૧૪૦ બાળકોને ધો. ૧માં પ્રવેશ અપાશે
રાજકોટ જિલ્લામાં ગ્રામ્યના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના ધોરાજી તાલુકામાં કુલ ૧૧૪૦ બાળકોને ધો.૧માં પ્રવેશ અપાશે. આ બાળકોમાં કુમાર ૫૯૧ અને કન્યા ૫૪૯ નો સમાવેશ થાય છે.
ઉપલેટા તાલુકામાં ૧૪૨૨ બાળકોને ધો. ૧માં પ્રવેશ અપાશે
રાજકોટ જિલ્લામાં ગ્રામ્યના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના ઉપલેટા તાલુકામાં કુલ ૧૪૨૨ બાળકોને ધો.૧માં પ્રવેશ અપાશે. આ બાળકોમાં કુમાર ૭૩૧ અને કન્યા ૬૯૧ નો સમાવેશ થાય છે.
કોટડા સાંગાણી તાલુકામાં ૯૪૯ બાળકોને ધો. ૧માં પ્રવેશ અપાશે
રાજકોટ જિલ્લામાં ગ્રામ્યના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના કોટડા સાંગાણી તાલુકામાં કુલ ૯૪૯ બાળકોને ધો.૧માં પ્રવેશ અપાશે. આ બાળકોમાં અનુસૂચિત જાતીના ૧૭૦, અનુસુચિત જનજાતીના ૪૧ અને ૫૩૬ બક્ષીપંચના અને ૨૦૨ અન્ય બાળકોનો સમાવેશ થાય છે.
જસદણ તાલુકામાં ૨૨૭૪ બાળકોનું નામાંકન કરાશે
રાજકોટ જિલ્લામાં ગ્રામ્યના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના જસદણ તાલુકામાં કુલ ૨૨૭૪ બાળકોને ધો.૧માં નામાંકન કરાશે. જેમાં કુમાર ૧૧૮૮ અને કન્યા ૧૦૮૬નો સમાવેશ થાય છે. આ બાળકોમાં અનુસુચિત જાતીના ૧૪૬, અનુસુચિત જનજાતીના ૧૦, બક્ષીપંચના ૧૮૫૮ અને અન્ય ૨૦૬ બાળકોનો સમાવેશ થાય છે.
લોધીકા તાલુકામાં ૭૩૯ બાળકોને પ્રવેશ અપાશે
રાજકોટ જિલ્લામાં તા. ૧૪ અને ૧૫ જુનદરમિયાન મહાનુભાવોની પ્રેરક ઉપસ્થીતીમાં ગ્રામ્ય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ રહેલ છે. જે અંતર્ગત લોધીકા તાલુકામાં કુલ ૭૩૯ બાળકોને ધો.૧માં પ્રવેશ અપાશે. જેમાં કુમાર ૩૯૨ અને કન્યા ૩૪૭નો સમાવેશ થાય છે. આ બાળકોમાં અનુસુચિત જાતીના ૯૭, અનુસુચિત જનજાતીના ૨૮, બક્ષીપંચના ૩૧૨ અને અન્ય ૨૧૨ બાળકોનો સમાવેશ થાય છે.
ગોંડલ તાલુકામાં પ્રાથમિક શાળામાં ૨૫૨૫ બાળકોને પ્રવેશ અપાશે
રાજકોટ જિલ્લામાં તા. ૧૪ અને ૧૫ જુનદરમિયાન મહાનુભાવોની પ્રેરક ઉપસ્થીતીમાં ગ્રામ્ય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ રહેલ છે. જે અંતગર્ત ગોંડલ તાલુકામાં કુલ ૨૫૨૫ બાળકોને ધો.૧માં પ્રવેશ અપાશે. જેમાં કુમાર ૧૪૦૦ અને કન્યા ૧૧૨૫નો સમાવેશ થાય છે. આ બાળકોમાં અનુસુચિત જાતીના ૩૧૭, અનુસુચિત જનજાતીના ૪૧, બક્ષીપંચના ૧૪૫૨ અને અન્ય ૭૧૫ બાળકોનો સમાવેશ થાય છે.
વિંછીયા તાલુકામાં ૧૬૮૯ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાશે
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન કુલ ૧૬૮૯ બાળકોને ધો.૧માં પ્રવેશ અપાશે. જેમાં કુમાર ૮૦૬ અને કન્યા ૮૮૩ નો સમાવેશ થાય છે.