અક્ષરદેરી, ગોંડલને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા છેલ્લા ૭ દિવસથી ચાલી રહેલા અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં લાખો ભાવિક ભકતજનોએ લાભ પ્રાપ્ત કર્યો હતો અને હજુ ૪ દિવસ ભાવિકોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. વહેલી સવારે ૫ વાગ્યાથી પરમ પૂજય મહંતસ્વામી મહારાજના પૂજા દર્શન માટે પણ હજારો ભકતો પધારી રહ્યા છે

ગોંડલમાં અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પરમ પૂજય મહંતસ્વામી મહારાજે પ હરિમંદિરોની પ્રતિષ્ઠાવિધિ કરી જેમાં વડોદરામાં તરસાલી અને કારોલીબાગ હરિમંદિર, રાજકોટમાં પ્રમુખનગર સંસ્કારધામ, બોચાસણના સુંદરણામાં ગુરુપરંપરાની મૂર્તિપ્રતિષ્ઠા અને ભાદરના ધુળકોટમાં હરિમંદિરની પ્રતિષ્ઠાવિધિની સાથે ૪ નવનિર્મિત થનાર શિખરબદ્ધ-હરિમંદિરોની ઈષ્ટિકાપૂજનવિધિ સંપન્ન થઈ જેમાં રાજસ્થાનના જોધપુરમાં નવનિર્માણ થનાર શિખરબદ્ધ મંદિર સંકુલ, અમરેલીમાં નવનિર્માણ થનાર શિખરબદ્ધ મંદિર અને રાજકોટમાં નવનિર્માણ થનાર તિરૂપતિ પાર્ક અને શ્રદ્ધા પાર્ક સંસ્કારધામ તેમજ અટલાદરામાં નૂતન છાત્રાલયની ઈષ્ટિકાપૂજનવિધિ સંપન્ન થઈ. આ પ્રતિષ્ઠા-ઈષ્ટિકાવિધિનો લાભ પ્રાપ્ત કરવા ગોંડલ ખાતે સવારે ૫ વાગ્યાથી રાજસ્થાનથી ૪૦૦થી અધિક હરિભકતોની સાથે વડોદરા, રાજકોટ અને અમરેલીના હરિભકતો સહિત ૧૦,૦૦૦થી વધુ હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.