નાથદ્વારાના શ્રીનાથજીના દર્શન કર્યાની અનુભુતિ કરશે વૈષ્ણવો: ઠાકોરજીની સેવા સુવિધા માટે ગુજરાતની સૌ પ્રથમ હવેલી; ૩૦મીએ ઠાકોરજીની ભવ્ય રથયાત્રા, ભજન સંધ્યા; ૩૧મીએ પંચામૃત દર્શન, પાટોત્સવ, નંદોત્સવ અને મહાપ્રભુજીનું જીવન ચરિત્ર દર્શાવતી નૃત્યનાટિકા પ્રસ્તુત થશે; કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું મુખ્ય કાર્યાલય પણ હવેલીમાં કાર્યરત થશે; પૂ. વ્રજરાજકુમારજી મહોદયે પત્રકાર પરિષદમાં આપી માહિતી
રાજકોટના આંગણે સમગ્ર કૃષ્ણ પ્રેમીઓ અને વૈષ્ણવ પરિવારો માટે શ્રીનાથજી ધામની હવેલીના ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તા.૨૨ માર્ચથી ભાગવત સપ્તાહ સાથે શ‚ થયેલા આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં હવે ૩૦ તારીખે વૈષ્ણવાચાર્ય પૂ. પા.ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયની અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં હવેલીનો પાટોત્સવ યોજાશે. વિશાળ જગ્યામાં ૫ માળમાં બનેલી આ હવેલીમાં પ્રથમ વખત વૈષ્ણવ પરિવારો માટે પુષ્ટાવેલા ઠાકોરજીને પરિવાર બહાર ગામ જાય ત્યારે હવેલીમાં પધરાવવાની વ્યવસ્થા રાખેલ છે. જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવી છે.
આ હવેલી ખાતે શ્રીનાથજી પ્રભુ શ્રી દ્વારકાધીશજી પ્રભુ, શ્રી લાલકૃષ્ણલાલજી, શ્રી ગિરીરાજજી, શ્રી યમુનાજી તથા શ્રી મહાપ્રભુજીના અતિ લાવાણ્યમય દિવ્ય સ્વરૂપોનાં દર્શનને સૌને અવસર પ્રાપ્ત થશે. અદ્ભૂત કલાકૃતિથી સજજ હવેલીમાં સત્સંગ હોલ, અતિથી નિવાસ, કોન્ફરન્સ રૂમ, લાઈબ્રેરીનું અત્યાધુનીક પ્રયોજન છે. આ હવેલીના પાટોત્સવ નિમિતે ૩૦ માર્ચના રોજ રાજકોટ રેસકોર્સથી લઈ હવેલી સુધી ઠાકોરજીની ભવ્ય વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રભુના દિવ્ય સ્વરૂપોનીઆ ભવ્ય વાહન રેલીમાં પૂ. મહારાજના સાનિધ્યમાં ધ્વજા-પતાકા, પુષ્ટિધામ, ડંકા-નિશાન, બેંડ-વાજા, ભજન-મંડળી, વેશભૂષા મંડળી, તથા મોટા પ્રમાણમાં વૈષ્ણવ સમુદાય જોડાશે. ત્યાર બાદ સાંજે ૫.૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને જેજેની હાજરીમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે મહોત્સવ સભા એવં ભજન સંધ્યા અને હવેલીમાં બિરાજમાન ઠાકોરજીના ચરણ સ્પર્શનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારબાદ ૩૧ માર્ચના રોજ સવારે ૭ કલાકે પંચામૃત દર્શન, અને બપોરે ૧૨.૩૦ કલાકે પાટોત્સવ અને નંદોત્સવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રે ૮.૩૦ કલાકે રાજકોટના આંગણે સૌ પ્રથમવાર વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના જીવન ચરિત્ર પર અદ્ભૂત નાટકની નિશુલ્ક પ્રસ્તુતિ રાખવામાં આવેલ છે. આ સમગ્ર પાટોત્સવમાં રાજકોટની સર્વધર્મપ્રેમી જનતાને પધારવા શ્રીનાથ ધામ હવેલી સમિતિ, કૃષ્ણસંસ્કાર વર્લ્ડ સમિતિ તેમજ વલ્લભયુથ ઓર્ગેનાઈઝેશન તરફથી ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે.
પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ૫૦૦ વર્ષનાં ઈતિહાસમાં સર્વ પ્રથમવાર વૈશ્વિકયુવા જાગૃતી અર્થે નિર્ધારીત કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું મુખ્ય કાર્યાલય શ્રીનાથધામ, હવેલીમાં આરંભાશે, અદ્ભૂત કાકારીગરી સાથે આકાર પામી રહેલી આ હવેલીના મુખ્ય સેવાર્થી બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણી છે. જયારે ભાગવત સપ્તાહના મુખ્ય મનોરથી તરીકે સેવાનો લાભ બેકબોન ગ્રુપના ઝાલાવડીયા પરિવારને પ્રાપ્ત થયો છે.
વિશેષ માહિતી આપવા પત્રકાર પરિષદમાં પૂ. વ્રજરાજકુરજી મહોદયની સાથે આ સમગ્ર ભગીરથ કાર્યને સફળ બનાવતા શ્રીનાથ ધામ હવેલીના પ્રમુખ મનસુખભાઈ ઝાલાવડીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ કનેરીયા, હેમંતભાઈ પટેલ, મહામંત્રી રાકેશભાઈ દેસાઈ, કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, મહામંત્રી જગદીશભાઈ કોટડીયા, કારોબારી કાલરીયા, રમેશભાઈ જીવાણી, અરવિંદભાઈ શાહ, સ્વાગત પ્રમુખ રમેશભાઈ ધડુક, વીવાયઓ મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ શાહ, ઉપપ્રમુખ કિશોરભાઈ ભાલારા, નાથાભાઈ કાલરીયા, કોડીનેટર શૈલેષભાઈ ઘાઘરા, વીવાયઓ રાજકોટ પ્રમુખ મહેન્દ્રભાઈ ફળદુ અને જિલ્લા પ્રમુખ જયેશભાઈ વાછાણી, સાથે હિતેષભાઈ ગોંઢા અને દિનેશભાઈ કાસુંદ્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ૧૦૮ કુંડી યજ્ઞના ભાગ લેવા તેમજ અન્ય કોઈ પણ કાર્યક્રમમાં જોડાવવા અથવા તો સ્વયંસેવક તરીકે સેવા આપતા કોઈ પણ વૈષ્ણવ પરિવારોને હવેલી કાર્યાલયનો અથવા તો ૭૨૨૬૯૯૭૬૬૧/૨/૩/૪ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.