કાલે સુરતમાં કાર્યક્રમ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાર્યકર્તાઓને આપશે માર્ગદર્શન
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત વિચાર ગોષ્ઠી તથા કાર્યકર્તાઓને સુમાહિતગાર કરવાના ઉમદા હેતુસર આજે સાંજે ૭-૦૦ કલાકે મહાત્મા ગાંધીગૃહ, અમદાવાદી પોળ, જ્યુબીલી બાગ, વડોદરા ખાતે બલિદાન દિન કટોકટી સમય સંદર્ભે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે.
આજ સંદર્ભે આવતી કાલે સાંજે ૭-૦૦ કલાકે સુરત ખાતે સંજીવ કુમાર મેમોરીયલ હોલ, પાલ સુરત ખાતે કટોકટી સમય સંદર્ભે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે. અને કાર્યક્રર્તાઓને પ્રેરક માર્ગદર્શન કરશે.
કાશ્મીર સત્યાગ્રહની લડતમાં ૨૩ જૂન ના રોજ દેશની એકતા અને અખંડિતતા વાસ્તે બલિદાન આપનાર ભારતીય જનતા પાર્ટી પક્ષના સ્થાપક ર્ડા.શ્યામાપ્રસાદ મુખરજીની સ્મૃતિ અને પ્રેરણા હેતુ બલિદાન દિવસ તથા દુનિયામાં સૌથી મોટી લોકશાહીની તાકાત ધરાવતા ભારતમાં ૨૫ જૂન ૧૯૭૫ના રોજ કટોકટી દ્વારા લોકશાહીને ગળે ટૂંપો દેવાનો પ્રયાસ સ્વ.શ્રીમતી ઇન્દીરા ગાંધીના નેતૃત્વવાળી સરકારે કર્યો જેને આપણે કાળા દિવસ તરીકે ઓળખીએ છીએ.
આ બંને સંદર્ભ અને વિષયોની માહિતી આપવા અને વિચાર ગોષ્ઠી કરવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રર્તાઓને માહિતગાર કરવા બંને મહાનુભાવો દ્વારા આપેલા યોગદાનની ઝાંખી કરાવતા આ બંને વિષયોની સમાંન્તર સમજ આપવામાં આવશે અને વરિષ્ઠ વક્તાઓ આ બાબતે વધુ પ્રકાશ પાડીને જાણકારી સાથે જાગૃતિ અંગેનો કાર્યક્રમ રાખેલ છે.
જેમાં વક્તાઓ અને મહાનુભાવો પ્રેરક માર્ગદર્શન કરશે.