યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે પ્લેટફોર્મ પૂરૂ પડાશે
સરકાર યંગ ઈન્ડીયા અંતર્ગત ઘણા બધા પ્રોજેકટો લોન્ચ કરતી હોય છે. ત્યારે આજના યુવાનોને પ્રાધાન્ય અને પ્રભુત્વ મળે તે હેતુથી રાજકોટનાં સીઆઈઅઈ દ્વારા ઈન્ડીયન ઈન્ડસ્ટ્રીઝનું ૪૩મું ચેપ્ટરનું લોચીંગ કરવામાં આવ્યું હતુ જેના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. આ સીઆઈ ગુજરાત ચેરમેન રાજુભાઈ શાહ, રાજકોટ સીઆઈઆઈના પ્રમુખ જયરાજભાઈ શાહ, રીજન્સ ચેર રેસ્ટ રીઝયનના અંકિતભાઈ મીતલ, ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત રાજકોટ ચેપ્ટર ચેર તરીકે ગોપાલભાઈ ચુડાસમા અને કો.ચેર તરીકે નમ્રતાબેન ભટ્ટની નિમણુંક કરવામાં આવી હતી. અને સાથે સાથષ કમિટી મેમ્બર ટીમના હાર્દિકભા, શેઠ, રૂષભભાઈ શેઠ, જયભાઈ જોબનપુત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ રાજકોટનો ચેપ્ટરનો મુખ્ય ઉદેશ યુવાનોને આગળ લાવવાનો અને યુવાન બિલ્ડરો આજે જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેને આગળ ધપાવવાની હતી.