2150 હરિભક્તો દ્વારા અંગદાન સંકલ્પ કરી માનવતાના સંસ્કારો ઉજાગર

અપૂર્વમુનિના સાનિધ્યમાંતા. 1/6/22 થી 6/6/22 સુધી રેસકોર્સ ગ્રાન્ડમાં બોચાસણ વાસી અક્ષરપુરુષોતમ સંસ્થા દ્વારામાનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંગદાન જાગૃતિ અને અંગદાન સંકલ્પ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જે દરમ્યાન 2150 હરિભક્તો દ્વારા અંગદાનનો સંકલ્પ કરવામાં આવ્યો. પ. પૂ. અપૂર્વમુનિનાં  સાંનિધ્યમાં કથાનું પાન કરતાં કરતાં હરિભક્તોને અંગદાન વિષે સમજાવવાનો અનેરો મોકો રાજકોટની અંગદાન જાગૃતિ ટીમને મળ્યો. એક વ્યક્તિ જ્યારે અંગદાનનો સંકલ્પ કરે ત્યારે 7 નવી જિંદગી મળે છે, જ્યારે સમાજના જાગૃત નાગરિકો દ્વારા  મોટી સંખ્યામાં આ અભિયાનમાં જોડાઈને લાખો દર્દીઓને અંગદાન થકી પીડાથી મુક્ત થવાનો મોકો આપવામાં આવ્યો .અંગદાન માહિતી સાથે હરિભક્તો જાણે પોતે જ અભિયાનમાં સુકાની બનવાના હોય એવી ઉત્સુક્તાથી અંગદાનની માહિતી પ્રાપ્ત કરી. પ. પૂ. અપૂર્વમુનિ સ્વામી એ કથાપાન દરમ્યાન 35000ની મેદની વચ્ચે અંગદાન વિશેનો મહિમા સમજાવવા સાથે જાગૃતિ ફેલાવવા રાજકોટની ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા , ડો. તેજસ કરમટા, મિતલ ખેતાણી, નિતીનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ જૈન, ભાવનાબેન મંડલિ, હર્ષિતભાઈ કાવર સહિતના કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી . વધુ માહિતી માટે તથા અંગદાન કરવા માટે કે અંગદાનનો સંકલ્પ કરવા માટે 9106379842 ,94277 76665, 98252 56578, 9824459695, 9824221999 પર સંપર્ક કરવા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.