સૌરાષ્ટ્રના ગામડાઓને મેકિંગ ઈન્ડિયાનો લાભ કયારે મળશે તે મોટો સવાલ
કુંકાવાવની પોસ્ટ ઓફીસ ખૂલતા લોકોની કતાર જોવા મળે છે. તો જયા બે કલાર્ક હોવા જરૂરી છે. ત્યા માત્ર એક કાર્ક દ્વારા ચલાવવામા આવી રહ્યું છે. તેમાં એક વ્યકિત છે. માટે કામ નહી થઈ શકે તેવા જવાબ મળતા હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. મોટા સેન્ટરની આ પોસ્ટ ઓફીસ નીચે અમરાપુર ધાનાણી, બરવાલા બાવીસી, ભાયાવદર, અનીડા, તાલાળી, અનાળી, વાવડીરોડ, જાનાળા, નવાઉજળા, નાનીકુંકાવાવ, મોટી કુંકાવાવ સહિતનો સમાવેશ છે. આટલા ગામ હોવા છતા એક કલાર્કની કામગીરીમાં દરેક પ્રકારનાં પોસ્ટ બચત ખાતા, વિમો, લાઈટબીલ, ટેલીફોનબીલ, રજીસ્ટર, સ્પીડ પોસ્ટ, ઓનલાઈન ફોર્મના ચલણ ભરવા વગેરે છે તેમ છતા દેરડી કુંભાજી અને વાઘણીયાના ગ્રાહકો પણ કુંકાવાવ ચલણ ભરવા માટે આવે છે. આવા સંજોગોમાં પૂરતા સ્ટાફની ખોટ વર્તાય રહી છે. તો ઉપરી કચેરી ખાતે લોકો ફોન દ્વારા જણાવતા પણ નજરે પડે છે. જયારે તેમને માત્ર મીઠો જવાબ આપવામાં આવતો હોવાનું કહેવાય છે. પરંતુ ચોકકસ કામગીરી કરવામાં ન આવતી હોવાનું લોકો જણાવે છે.
મહત્વના કાગળો પણ કુરીયર સર્વીસો પર આધારીત કરવામાં આવી રહેલ છે. ત્યારે સામાન્ય માણસની સુવિધા માટે તંત્ર તેમજ નેતાજીઓ થોડુ ધ્યાન આપી લોકોની સવલતનું ધ્યાન આપવામા આવે તેવું ગ્રાહકો જણાવી રહ્યા છે.
ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી પોસ્ટ ઓફીસને વધુ સારી સવલત મળે તેવા પ્રયાસ કરવા જરૂરી બન્યા છે.