ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખરિયાને તો રાત્રે અઢી વાગ્યે ફો આવ્યો કે લડવા માટે તૈયારી કરો
ગુજરાત પ્રદેશ નેતાઓએ વધુ એક વખત પોરબંદર વિધાનસભા માટે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા પર વિજયનો વિશ્વાસ મૂક્યો છે. ભાજપ દ્વારા આજે 160 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પોરબંદર સીટ માટે વર્તમાન ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાને ટીકીટ ફાળવવામાં આવી હોવાનું જાહેર કરી દીધું છે. જેને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ દેખાઈ રહ્રાો છે. પોરબંદરમાં બાબુભાઈ બોખીરીયા અને કોંગ્રેસી ઉમેદવાર અજર્ુનભાઈ મોઢવાડીયા વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિનું નિર્માણ થશે. ગત ચૂંટણીમાં બાબુભાઈ બોખીરીયા વિજયી થતા ધારાસભ્ય બન્યા હતા. આ ચૂંટણીમાં પણ તેમનું નામ જ રીપીટ કરી દેવામાં આવ્યું છે. તો ખારવા સમાજમાંથી પણ વાણોટ પવનભાઈ શિયાળ અને અગ્રણી પ્રવિણભાઈ ખોરાવા સહિતનાઓએ ટીકીટની માંગણી કરી હતી. તો કેટલીક મહિલા અગ્રણીઓએ પણ ટીકીટની માંગણી કરી હતી.
પરંતુ હાલ બાબુભાઈ પર કળશ ઢોળી ભાજપે ટીકીટ ફાળવતા ભાજપ કાયર્ાલય ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પોરબંદરમાં ગઈ રાત્રે અઢી વાગ્યે જ પ્રદેશ પ્રમુખ દ્વારા બાબુભાઈને ફોનથી જાણ કરી તેમનું નામ ફાઈનલ હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું. ત્યારે બાબુભાઈએ આજે મીડિયા સમક્ષા ફરી એક વખત ભાજપની વિજયપતાકા લહેરાશે તેવો વિશ્વાસ વ્યકત કયર્ો હતો. ભાજપ કાયર્ાલય ખાતે ઉત્સાહમાં કાર્યકરોએ એકબીજાના મોઢા મીઠા કરાવી અભિનંદન પાઠવ્યા હતા.