ચીની સરકારે ‘એક પરિવાર એક બાળકની’ નીતિ અપનાવી વસ્તી વધારા પર અભૂતપૂર્વ કાબુ મેળવ્યો

દુનિયામાં દાયકાઓથી સૌથી વધુ વસ્તી ધરાવતાં દેશ તરીકે ઓળખાતું ચીન તેની આ વિશાળ વસ્તીનો ઉપયોગ કરીને માનવ શકિતને અર્થતંત્રના વિકાસ માટે સદઉપયોગ કરીને વિશ્ર્વનું સૌથી મોટું ઉત્પાદન બની ગયું છે. પરંતુ ચીન હવે વસ્તી વધારાને અસરકાર રીતે કાબુમાં લેનાર દેશ તરીકે જાગૃતા સામે ઉજાગર બન્યું છે. અને મકકમતા પૂર્વક કુટુંબ નિયોજન માટે એક પરિવાર એક બાળકની નીતીનો અમલ કરીને ખુબ જ સારા પરિણામો મેળવીને અત્યારે વસ્તી નિયંત્રણ બાબતે તે ભારત કરતાં પણ આગળ નીકળી ગયો છેે અને ભારત કરતાં પણ આગળ નીકળી ગયો છે અને ભારત કરતાં અડધા અડધ ઓછો બાળ જન્મદર ધરાવતો દેશ બની ગયો છે. ચીનના રાષ્ટ્રીય આંકડા વિભાગ દ્વારા જાહેર કરવામાં આંકડાઓ મુજબ ૧૯૪૯ થી ૨૦૧૯ સુધીની સ્થિતિએ ચીન ૧ હજાર વ્યકિત દીઠ ૧૦.૪૮ જન્મદર ધરાવે છે. નીચો જન્મદર અને નિચા મૃત્યુદરની સાથે સાથે ચીનનું સરેરાશ જીવન દર વધતું

હોવાથી ૨૦૧૯ સુધીમાં ચીનની વસ્તીનો અંક ૧.૪૧ બિલીયન સુધી પહોચ્યો છે. ૧.૩૯ બિલીયનથી વધીને ૧.૪૧ બિલીયન સુધી વધેલી વસ્તી વર્ષ ૨૦૨૯ સુધીમાં ૧.૪૪ બીલીયન સુધી પહોચશે. નિરંતર વસ્તી વધારા વચ્ચે ચીન વસ્તી નિયંત્રણને કાબુમાં રાખવામાં સફળ થવા માટે લાંબાગાળાનું આયોજન કર્યુ છે અને ૨૦૬૫ સુધીમાં ૧.૧૭ બીલીયન સુધી વસ્તી યથાવત રાખવાનું આયોજન કરી રહ્યું છે.

ચીનનો બાળ જન્મદર ધટવા પાછળ આર્થિક પડકારો, વ્યવસ્થાનો અભાવ અને તેમ છતાં આયોજનના કારણે વૃઘ્ધિદર ઘટાડવામાં ચીન સમાજ સફળ થયું છે. સરેરાશ જીવન રેખામાં વધારો થવાથી વૃઘ્ધોની સંખ્યા વધી રહી છે. વર્ષ ૧૯૮૦ થી ૨૦૧૭ સુધીમાં સરેરાશ આયુષ્ય  ૬૬ થી વધીને ૭૬ સુધી પહોંચી છે. ૬૫ વર્ષથી વધુની વસ્તી ૧૧.૪ ટકા છે. અને વર્ષ ૨૦૩૦ માં ૧૭.૧ ટકા સુધી પહોંચશે ચીન સરકારે વૃઘ્ધોની જરુરીયાતો પુરી કરવા માટે ક્રાંતિકારી પગલાઓ લીધા છે. વૃઘ્ધાને અપાતા પેન્શન અને આરોગ્ય સુવિધા પાછળ બજેટ વધાર્યુ છે.

admin 3

ચીનનો જન્મદર વિશ્ર્વસ્તરે ખુબ જ નીચો છે ચીનના પ્રજોત્યતિદરના આંકડાની સત્તાવાર માહીતી નથી. પરંતુ આદર ૧.૨ થી ૧.૭ ટકા સુધી છે. જે અમેરિકાના ૧.૮, ભારતના ૨.૨ નો છે. વૈશ્ર્વિક જન્મદરના ૨.૪૭ થી અડધો અડધ ઓછો છે. ૧૯૫૦ થી ૫૫ ના દાયકામાં આ વૃઘ્ધિદર ૪.૯૭ હતો. ચીનના ૨.૧ જન્મદર અત્યારે અમેરિકાથી પણ નીચું છે. અમેરિકામાં એક હજાર વ્યકિત દીઠ ૧૩નો જન્મદર છે. પરંતુ તે જાપાન ના ૮ ના અને વૈશ્ર્વિકજન્મદર ૧૮.૫ અને ઇન્ડિયાના ૧૮ બાળકો પ્રતિ હજાર વ્યકિત દીઠ જન્મે છે. તેના કરતાં ચીને ઘણી સારી સ્થિતિ ધરાવે છે.

ચીનનું સમાજજીવન જન્મદર મુદ્દે ખુબ જ ધરી પ્રતિક્રિયા આપનારુ વર્ગ છે. ચીનના એક પરિવાર એક બાળકની નીતી વસ્તી વધારાને નિયંત્રણમાં લેવા માટે ખુબ જ અસરકારક બની છે. ૧૯૯૦ પછી આવેલા વસ્તી, ગણતરીના આંકડામાં પ્રત્યેક મહિલા સાથે જોડાયેલા જન્મદરમાં સતત નિયંત્રણનો પ્રભાવ જોવા મળે છે. વર્ષ ૨૦૦૨ માં કરાયેલા સર્વેમાં પ્રજાત્પતિ દર ૧.૨ સુધી નીચે પહોંચી ચુકયો છે. જો કે સરકારના મને આ પ્રમાણ ૧.૮ નો છે વર્ષ ૨૦૧૫ માં એક પરિવાર એક બાળકની નીતીના અમલ વચ્ચે લોકો પણ હવે કહેતા થયા છે કે એકથી વધુ બાળકનું સરકારની સહાય વગર ઉછેરી કરી શકે તેમ નથી. બીજા બાળકના ઉછેર માટે રજા પણ મળતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.