જામનગર જિલ્લાના પોલીસબેડામાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે જેમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીનું બાઇક સળગાવી દેવામાં આવ્યું હતું, પાડોશમાં રહેતા અન્ય એક પોલીસ કર્મચારી સાથે બે દિવસ પહેલાં બોલાચાલી થયા પછી તેનું વેર વાળવા માટે ભાડુતી માણસોને મોકલ્યા હોવાનું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે ત્યારે . પોલીસ સીસીટીવી કેમેરા ની મદદથી મોઢે બુકાની બાંધીને આવેલા અજાણ્યા તત્ત્વોની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાની છે જ્યાં આવારા તત્વોને પોલસનો કઈ ખોફ જ ન રહ્યો હોય તેમ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન વિભાગમાં ફરજ બજાવતા રાહુલભાઈ મકવાણા નામના પોલીસ કોન્સ્ટેબલનું બાઈક સળગાવવામાં આવ્યું હતું. તેઓ જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં જ રહે છે, તેમના મકાનની બહાર પાર્ક કરવામાં આવેલું તેમનું બાઈક ગઈ રાત્રે મોઢે કપડું બાંધીને આવેલા બે અજાણ્યા શખ્સો પેટ્રોલ રેડી સળગાવી આવ્યું હતું ત્યારે આ ઘટનાને પગલે પોલીસે આરોપીઓને જેલ પાછળ ધકેલવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

 

શું બની હતી બે દિવસ ઘટના ??

સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન વિભાગમાં ફરજ બજાવતા રાહુલભાઈ મકવાણા આજથી બે દિવસ પહેલાં પાડોશમા જ રહેતા પોલીસ કર્મચારી હરિશ્ચંદ્રસિંહ જયવંતસિંહ જાડેજા સાથે બોલાચાલી થઈ હતી. પોલીસ હેડ ક્વાર્ટર માં આવેલી એક કેન્ટીનમાં સામાનની ખરીદી વખતે થોડી બોલાચાલી થયા બાદ મામલો ગરમાયો હતો, અને બંને પોલીસ કર્મચારીઓ પાડોશમાં જ રહેતા હોવાથી હરિશ્ચંદ્રસિંહ જાડેજા દ્વારા ધમકી અપાઈ હતી, અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા હતા.

ઉપરાંત તેઓના બાઈકમાં આગલી રાત્રી દરમિયાન બ્લેડથી છરકા કર્યા હતા, જેનાથી સીટ ફાટી ગઈ હતી. પરંતુ તે દિવસે રાત્રે મામલો શાંત પડ્યો હતો, અને બીજે દિવસે ફરીથી વાહનમાં નુકસાની પહોંચાડવા અંગે રાહુલ મકવાણા દ્વારા પાડોશી પોલીસ કર્મચારીને કહેવા જતાં તેને ફરીથી ધમકી અપાઈ હતી, અને ગઈ રાત્રે તેમના બાઇકને અજાણ્યા બે માણસો સળગાવી ને ભાગી છૂટયા હોવાનો મામલો સામે આવતાં આખરે તેમણે જામનગરના જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી છે. જેને લઈને મામલો ઘરમાયો છે.

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, અને બહારથી પોલીસ હેડ ક્વાર્ટરમાં ઘુસેલા બુકાનીધારીઓને પકડવા માટે સીસીટીવી કેમેરાઓના માધ્યમથી તપાસનો દોર આગળ ધપાવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.