પંચાયતની ચૂંટણીમાં ‘હમ દો હમારે દો’નો નિયમ લાગશે: સુપ્રીમ કોર્ટ
પંચાયતની ચુંટણીમાં ‘હમ દો હમારે દો’ના નિયમને બરકરાર રાખતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આવ્યો છે. ત્રીજા બાળકને જન્મ આપતા જ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી ગેરકાયદેસર ઠરશે તેવું જણાવતા સુપ્રીમે કહ્યું કે ત્રીજું બાળક આવે અને જો તેને કોઇ દત્તક લઇ લે તો પણ તેના માતા-પિતા પંચાયતની ચુંટણી માટે ગેરલાયક ઠરશે.
ઓડીશાના એક આદિજાતી સરપંચ દ્વારા ગેરલાયક કાયદાથી બચવા તેના ત્રણ બાળકોમાંથી એક ને દત્તક આપી દીધુ જેથી તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા. આ અંગે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ અને જસ્ટીસ એસ.કે.કોલ તેમજ કે.એન. જોસેફની ખંડપીઠે કહ્યું હતું કે,વિધાનસભા પંચાયતી રાજ એકટ અંતર્ગત પંચાયતની ચુંટણી લડતા કે પંચાયતમાં કોઇપદ પર રહેવા સ્ત્રી કે પુરૂષ ને જો ત્રણ જીવીત સંતાનો હોય તો તે પંચાયતની ચુંટણી નહી લડી શકે આનો મુખ્ય હેતુ વસ્તી નિયંત્રણનો છે.
વધુમાં ચીફ જસ્ટીસ ગોગોઇએ કહ્યું કે આ નિયમનો કાયદાકીય હેતુ એ છે કે જન્મ દરને અટકાવી શકાય. હિન્દુ એડીપ્શન અને મેન્ટેનન્સ એકટ અંતર્ગત કેટલાક લોકો ત્રણ બાળકો હોવા છતાં બાળક દત્તક આપી ચુંટણી લડવાનો લાભ લે છે તેને અટકાવવા આ નિયમ લાગુ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે આ અંગે એક અરજી દાખલ થઇ હતી અને અરજદાર મીનાસિંહ માજી એ ઓડીશા હાઇકોર્ટને ચેલેન્જ કરી હતી કે નાપાડા જીલ્લાના સરપંચ પદેથી તેમને ત્રણ બાળકો હોવાના કારણે હટાવી દેવામાં આવ્યા હતા. ૧૯૯૫-૧૯૯૮ માં તેમને બે બાળકો હતા. તેઓ ૨૦૦૨ ફેબ્રુઆરીમાં સરપંચની ચુંટણી જીત્યા હતા. પરંતુ ઓગષ્ટ ૨૦૦૨ માં તેમના ઘરે ત્રીજા બાળકનો જન્મ થતાં તેમને ગેરલાયક ઠેરવી પદભ્રષ્ટ કરવામાં આવ્યા.
મહત્વનું છે કે તેમના વકીલ પુનીત જૈને દલીલ કરી હતી કે તેમણે સપ્ટેમ્બર-૧૯૯૯ માં હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એકટ અંતર્ગત એક બાળક દત્તક આપી દીધું હતું. અને બાળક દત્તક આપી દેતા તેઓ બે બાળકના નિયમ અંતર્ગત સરપંચ બન્યા હતા. જૈન એવું પણ કહ્યું કે માજી ત્રણ બાળકોના જૈવીક પિતા છે. પરંતુ કાયદાની દ્રષ્ટિએ તેઓ બે બાળકના જ પિતા છે. માટે તેઓ પંચાયતી રાજ એકટ અંતર્ગત ગેરલાયક ન હતા.
જો કે ખંડપીઠે જણાવ્યું કે પંચાયતના ઉમેદવારો કે સરપંચ ગામના લોકોનું રોલ મોડલ હોય છે. અને જો તેઓ બે બાળકોના નિયમનું ઉલ્લંધન કરે તે યોગ્ય નથી. તો બીજી તરફ જેેને એવું પણ કહ્યું કે જોડીયા અને ત્રિપુટી બાળકો જન્મે તો તેવા સંજોગોમાં શું જે તે વ્યકિત ગેરલાયક ઠેરવાશે? ત્યારે ખંડપીઠે જણાવ્યું કે આવા રેર કેસ જયારે કોર્ટમાં આવશે ત્યારે તેનો યોગ્ય નિર્ણય લેવાશે.
મહત્વનું છે કે પંચાયતમાં સરપંચ કે અન્ય હોદ્દો મેળવવા માટે સ્ત્રી કે પુરુષ ત્રણ બાળકો હોય તો એક બાળકને દત્તક આપી છટકબારી શોધી લે છે જેને લઇ સુપ્રિમ કોર્ટ હમ દો હમારે દો નો નિર્ણય ન યથાવત રાખ્યો છે.