Abtak Media Google News
  • એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

હાર્ટ એટેકના બનાવો અત્યંત ઝડપથી વધી રહ્યા છે. કોરોના મહામારી બાદ હૃદય થંભી જવાનાં હજારો બનાવ સામે આવી ચુક્યા છે. ત્યારે રાજકોટ શહેરના એક પીએસઆઈને ચાલુ પરેડમાં હૃદય રોગનો હુમલો આવતા તેઓ ઢળી પડતા દોડધામ મચી જવા પામી હતી. પીએસઆઈ બી એચ પરમારને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા અને કોઠારીયા નાકા પોલીસ ચોકીનો ચાર્જ સંભાળતા પીએસઆઈ બી એચ પરમાર સવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે પરેડ માટે પહોંચ્યા હતા. ત્યારે ચાલુ પરેડમાં પીએસઆઈ પરમાર જમીન પર ઢળી પડ્યા હતા. જેના લીધે પોલીસ કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસકર્મીઓએ તાત્કાલિક પીએસઆઈ પરમારને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબે પ્રાથમિક તપાસ કર્યા બાદ હૃદયરોગનો હુમલો આવ્યાનું ખુલ્યું હતું. હાલ પીએસઆઈ પરમારની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને હાલ તેમની તબિયત સ્થિર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.જાણવા મળતી વિગતો અનુસાર પીએસઆઈ પરમાર રાજકોટ ખાતે એકલા જ રહે છે અને તેમનો પરિવાર અમદાવાદ ખાતે રહેતો હોય તેમને પણ બનાવ અંગે જાણ કરવામાં આવતા પરિવાર રાજકોટ આવવા નીકળ્યો છે.

સિનિયર પત્રકાર મયુરભાઈ ત્રિવેદીનું હાર્ટ એટેકથી અવસાન

રાજકોટના  સિનિયર પત્રકાર મયુરભાઈ ત્રિવેદીનું હાર્ટ એટેકથી અવસાન થી પત્રકાર જગતને મોટી ખોટ પડી છે. શહેરના હરિહર ચોક નજીક કાશી વિશ્વનાથ પ્લોટમાં રહેતા  મયુરભાઈ મૂળશંકરભાઈ ત્રિવેદી( ઉં.વર્ષ 65) સવારે 7:00 કલાકે પોતાના નિવાસ્થાને હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા કાલાવડ રોડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર  કર્યા હતા. તબીબ ના જણાવ્યા પ્રણામે  હાર્ટ એટેકના હુમલા થી મોત થયાનું જણાવ્યું હતું. મુદ્દે ને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલને ખસેડી પોલીસની પ્રાથમિક તપાસમાં મયુરભાઈ ત્રિવેદી છેલ્લા 30 વર્ષથી  અખબારમા  પત્રકાર તરીકે ફરજ બજાવી હતા. મયુરભાઈ ત્રિવેદી ત્રણ ભાઈ – બહેનમાં સૌથી નાના છે  મયુરભાઈ ત્રિવેદીના મોત થી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. અને પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે. સદગતની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી જેમાં  પત્રકારો, રાજકીય સામાજિક અને સગા સંબંધીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન પાઠવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.