વાઘણીયા ગામે ભગવાન શીવની ભૂમિ મુકિતધામ ખાતે મહિલા મંડળ તેમજ ગામ સમસ્તની ભાગવત પારાયણ કથામાં આજના છઠ્ઠા દિવસે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નનું આયોજન થયું. જેમાં જાન આગમને ગામને ઘેલુ લગાડયું હતું. અશ્વો સાથે ભવ્ય ભગવાનની શોભાયાત્રા ગામમાં ફરી હતી ત્યારબાદ કથા મંડપે પહોંચેલ હતી.
શાસ્ત્રી કિરીટભાઈ દ્વારા સુમધુર સંગીતમય શૈલીમાં કથા અમૃતપાન કરાવવામાં આવી રહ્યું છે તો લગ્નગીતોમાં મહેશભાઈ સરપદડીયા તેમજ સરજુબાપુએ શ્રોતાજનોના મન ડોલાવ્યા હતા. ભીડભંજન મહાદેવથી માત્ર થોડે જ દુર મુકિતધામની આ કથાનો હજારો ભાવિકો લાભ લઈ પૂણ્યનું ભાથુ બાંધી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,