રાજય સરકારની સુચના બાદ કોર્પોરેશનની આરોગ્ય શાખાના દરોડા: ૨૨૦૦ કિલો હલકી ગુણવતાના ધાણાજીરાના જથ્થાનો નાશ

રાજય સરકારની સુચના અન્વયે આજે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જુના માર્કેટીંગ યાર્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં હલકી ગુણવતાનું જીરુ તથા ધાણાજીરુ બનાવવાનું મસમોટુ કારસ્તાન પકડાયું હતું. સ્થળ ઉપર ૨૨૦૦ કિલોથી વધુ હલકી ગુણવતાના ધાણાજીરાના જથ્થાનો નાશ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા.

8આ અંગે વધુ વિગત આપતા કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રાજય સરકારની સુચના અને મહાપાલિકાની મળેલી ફરિયાદને પગલે આજે જુના માર્કેટીંગ યાર્ડમાં બે સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વેસ્ટ જીરુ તથા ધાણાના જથ્થાનો મશીન દ્વારા ઉપયોગ કરી હલકી ગુણવતાનું જીરુ તથા ધાણાજીરુ બનાવવાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. માર્કેટીંગ યાર્ડનં માં દાનાભાઈ પોલાભાઈ શિયાળ નામના વેપારી દ્વારા વિપુલભાઈ પોપટ નામના શખ્સ જે ૩૦ થી ૪૦ ‚ા.ની હલકી જીરુ ખરીદી લાવતા હતા. તેનો ઉપયોગ કરી ધાણાજીરુ બનાવવામાં આવતું હતું અને સસ્તા ભાવે મસાલા બનાવટી ફેકટરી તથા વેપારીઓને વેચવામાં આવતું હોવાની શંકા છે. સ્થળ પરથી પુષ્કળ જથ્થામાં જીરુની સાઈઝની નાની ડાકડી મળી આવી હતી. સ્થળ ઉપર ૧૬૦૦ કિલોથી વધારે હલકી ગુણવતાવાળા જીરાનો જથ્થો નાશ કરી સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત માર્કેટીંગ યાર્ડમાં દુકાન ધરાવતા ગોવિંદભાઈ ચાવડા નામના વેપારીને ત્યાં ચેકિંગ કરવામાં આવતા ત્યાંથી પણ નબળી ગુણવતાનું ધાણાજીરુ બનાવવામાં આવતું હોવાનું પકડાયું હતું. અહીં વેસ્ટ ઝીરુના ભુસુ અને ધાણાનુંભુસુ સસ્તા ભાવે ખરીદ કરવામાં આવતું હતું અને બંનેનું મિશ્રણ કરી હલકુ ધાણાજીરુ બનાવી બજારમાં સસ્તા ભાવે વેચવામાં આવતું હતું. આવી હલકી કક્ષાનું જીરુ કે ધાણાજીરુ ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે તો પેટના રોગ થવાની સંભાવતા વધી જાય છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે જુના માર્કેટીંગ યાર્ડમાં બે સ્થળે દરોડા દરમિયાન ૨૨૦૦ કિલોથી વધારે હલકી ગુણવતા માટે ઉપયોગમાં લેવામાં આવેલા મિકસ ધાણાજીરાના જથ્થો નાશ કરી બે સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.