રાજકોટ શહેરના સામા કાંઠે આવેલી જાણીતી રાજમોતી ઓઇલ મીલની લોન રીકવરી અંગે બેંક દ્વારા મામલતદારની મદદથી કરાયેલી મિલ્કત જપ્ત કાર્યવાહી કાયદાકીય અયોગ્ય હોવાનું ઓઇલ મીલ માલિક દ્વારા મામલતદારને વકીલ મારફતે કાનુની નોટીસ ફટકારતા આગામી દિવસોમાં કાનુની જંગ જામશે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમા જાણીતી રાજમોતી ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીના ભાગીદાર સમીર  મધુકાન્ત શાહ પેઢીના   વ્યવસાય માટે બેન્ક યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા માંથી ક્રેડિટ ફેસીલીટી લીધી હતી.  બેંક દ્વારા 30/ 6 /18 ના રોજ ખાતુ એનપીએ કરવામાં આવ્યું હતું અને બેંકોએ કાયદાની જુદી જુદી જોગવાઈઓ મુજબ દાવા કર્યા હતા આ કાર્યવાહી દરમિયાન બેંકો દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ સરફેસી એક્ટની જોગવાઈ મુજબ સિક્યોર એસેટ નો કબજો લેવા હાથ ધરેલી કાર્યવાહી મુજબ 69 કરોડ રૂપિયા જેટલું બેન્કોને વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું અને પ્રોસેસિંગ ચાર્જ ના રૂપમાં કરોડો ની વસૂલાત કરવામાં આવી હતી

જુની ગેરકાયદે કાર્યવાહી ગણાવી માલિક સમીર શાહે તંત્રને નોટિસ ફટકારી

બેંકોને ઇન્ડસ્ટ્રીઝ નો કબજો લેવાને બદલે મેનેજમેન્ટ ની પ્રપોઝલ મૂકવામાં આવી હતી ઉદ્યોગમાં કામ કરતા કામદારો અને કામદારોના લાભાર્થે પ્રપોઝલ માટે બેંકો દ્વારા  રકમ જમા કરવાની સૂચના આપતા 1.20 કરોડ રૂપિયા અને મિલકતો વેચી 4.24 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે અને તેની જાણ કલેકટર અને મામલતદારને પણ કરવામાં આવી હતી હુકમ બાદ નોટિસ દ્વારા દર દોઢ થી બે મહિને મિલકત જપ્તી કરવા માટે તારીખો જાહેર કરવામાં આવતી હતી પણ તારીખોએ જપ્તી કરવામાં આવતી ન હતી મિલકત જપ્તી અંગે છેલ્લી ત્રણ તારીખો મુકરર કરવામાં આવી હતી.તે તારીખો માં જોવા જઈએ તો 29 મે 23, 10 જૂન 23 ,21/ 8/ 23 નક્કી કરવામાં આવી હતી.

પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. કલેકટરે મિલકત જપ્તીની અંગે હુકમ ફરમાવેલો હતો. કામગીરી અંગે કાયદા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ ચુસ્તપણે પાલન કરવા બંધાયેલા છો શક્તિની તારીખ નક્કી કર્યા બાદ લોનધારકને નોટિસ આપ્યા બાદ  જપ્તીની પ્રક્રિયા હાથ ધરી શકો છો.   યોગ્ય કાર્યવાહી કરી નથી મામલતદાર ગઢવી જાહેર સેવક હોય કલેકટરે મિલકત જપ્તી અંગે જે હુકમ ફરમાવ્યો હતો. તેનો કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયાનું  પાલન થયું નથી એટલે આ જપ્તીની કાર્યવાહી નિયમ વિરુદ્ધ ની ગણાય રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના સમીર શાહે પોતાના એડવોકેટ અંશભાઈ ભારદ્વાજે મારફતે  મામલતદાર રુદ્ર ગઢવી ને જપ્તીની કાર્યવાહી સામે સિવિલ ક્ધટેન્ટની કાનૂની કાર્યવાહી હાથ ધરવા માંગે છે. જેની જાણ નોટિસ દ્વારા કરવામાં કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.