સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે આતશબાજીનું ઉદઘાટન: શહેરીજનોને ઉમટી પડવા પદાધિકારીઓનું નિમંત્રણ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારમાં ભવ્યાતિભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજે ધનતેરસના પાવન અવસરે રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે કરવામાં આવશે. આ અવસરે શહેરીજનોને ઉમટી પડવા મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આતશબાજીમાં ફાયર ગોલ, આકાશી અગનગોળા, ચાર જુદી-જુદી ડીઝાઈન, મલ્ટી કલર શોટ, ૧૨૦ મલ્ટી કલર શોટ, ૧૦૦ સાયરન શોટ, ૨૦૦ ફુટ નાયેગ્રા ધોધ, ટ્રી-૩ ઈન વન, ટ્રી-સુર્યમુખી, ટ્રી-પામ, અશોકચક્ર, હેપી દિવાલી જેવી અવનવી ડિઝાઈનના ફટાકડાની આતશબાજી કરવામાં આવશે.
મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ આતશબાજી કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, અરવિંદ રૈયાણી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન પાણી, પૂર્વ પ્રમુખ નિતીનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુ.જાતિ મોરચાના પ્રમુખ ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડીયા સહિતના લોકો ઉપસ્થિત રહેશે.