સારા કે ખરાબ સમાચાર !!!

ગેમિંગનો ક્રેઝ એડિકસન તરફ વળતા વાલીઓ ચિંતાતુર

આગામી ત્રણ વર્ષમાં રમતનો ‘આંકડો’ રૂપિયા 40,000 કરોડને પાર પહોંચવાની આશા. ત્યારે આ સમાચારને સારા માનવા કે ખરાબ તેનો હજુ પણ અંદાઝો નથી. આ વાક્ય પાછળનું મુખ્ય કારણ એ જ છે કે ઓનલાઈન ગેમિંગ નો ક્રેઝ યુવાનોમાં વધી રહ્યો છે સામે તેને લઈશ એડિક્શન પણ સૌથી વધુ જોવા મળતા વાલીઓમાં ચિંતા વ્યાપી ઊઠી છે તો બીજી તરફ આવકની દ્રષ્ટિએ સરકાર માટે ગેમિંગ ઇન્ડસ્ટ્રી અત્યંત લાભદાયી છે કારણ કે આગામી ત્રણ વર્ષમાં આ ક્ષેત્ર 40,000 કરોડ રૂપિયાની માર્કેટને પાસ થઈ જશે.

બીજી તરફ દરેક આઈટી કંપનીઓ ગેમિંગ ક્ષેત્રે આગળ આવી રહી છે અને યુવાનો પણ આ વ્યવસાયને અપનાવવા માટે તલપાપડ બની રહ્યા છે. ગુજરાત સ્થિત આઈ ટી કંપનીઓ ગેમિંગ ક્ષેત્રમાં પોતાનું પોર્ટફોલિયો વધુ વિસ્તૃત કરી રહ્યું છે. ત્યારે આવકની દ્રષ્ટિએ આ ક્ષેત્ર અત્યંત લાભદાયી છે તો બીજી તરફ બાળકો અને યુવાનો માટે આ સૌથી મોટો ચિંતાનો વિષય છે કારણ કે હાલ જે રીતે ગેમિંગને લઈ એડિક્શન જોવા મળ્યું છે તેનાથી તેમનો સર્વાંગી વિકાસમાં ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

ગેમિંગ પોર્ટફોલિયો જે રીતે વધારો જોવામાં આવી રહ્યો છે તેનાથી યુવાનો વાલીઓથી દૂર થઈ રહ્યા છે અને એકાંકી જીવન જીવવા માટે પ્રેરિત થયા છે જે તેમના સર્વાંગી વિકાસ અને તેમની મનોસ્થિતિ માટે સૌથી મોટું જોખમ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારત, થાઈલેન્ડ અને ફિલિપાઈન્સ એ ગેમ્સની આવક અને ગેમર્સની સંખ્યા માટે સૌથી ઝડપથી વિકસતા બજારો છે.

ભારતમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં 20-30 ટકા વૃદ્ધિ થવાની ધારણા છે અને આગામી નાણાંકીય વર્ષ સુધીમાં 1 લાખથી વધુ ડાયરેક્ટ અને ઈન્ડાયરેક્ટ નવી નોકરીઓ ઉમેરાશે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ગેમિંગ સેક્ટરમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત 50,000 લોકોમાંથી 30 ટકામાં માત્ર પ્રોગ્રામર્સ અને ડેવલપર્સનો સમાવેશ થાય છે. પરંતુ આગામી થોડા મહિનામાં તેમાં ફેરફાર થઈ શકે છે અને સેક્ટર ટેસ્ટિંગ, એનિમેશન, આર્ટિસ્ટ અને અન્ય ભૂમિકાઓ જેવી નવી નોકરીઓનો ઉમેરો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.