શહેરીકરણમાં તેજી અને આર્થિક વિકાસના પગલે એફોર્ડેબલ હાઉસિંગની જરૂરીયાતમાં પણ ઉછાળો આવવાની સંભાવના
ભારતમાં દરેક વ્યકિતને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ યોજના શ‚ કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા અફોર્ડેબલ હાઉસિંગને સહાયક નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રિમ પ્રોજેકટ ગણવામાં આવે છે. ત્યારે આગામી પાંચ વર્ષમાં એફોર્ડેબલ હાઉસિંગમાં ‚પિયા ૬ લાખ કરોડના રોકાણની જગ્યા થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ભારતમાં એફોર્ડેબલ હાઉસિંગ ફાયનાન્સનું પ્રમાણ ખુબ તેજીથી આગળ વધી રહ્યું છે. આગામી પાંચ વર્ષમાં હાઉસિંગ ફાયનાન્સ કંપનીના માર્કેટ શેરમાં ૩૭ ટકા સુધીનો ઉછાળો આવે તો અંદાજ નિષ્ણાંતો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. ભારતમાં શહેરીકરણના વધતા પ્રમાણને કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરો તરફ આવતા લોકોનું પ્રમાણ વધ્યું છે. વધુમાં રોજગારીની તકોના કારણે શહેરી વિસ્તારોનો ફેલાવો પણ ખુબ ઝડપથી વધી રહ્યો છે. બીજી તરફ આર્થિક વિકાસ પણ તેજીથી આગળ ધપી રહ્યો હોવાના કારણે એફોર્ડેબલ હાઉસિંગની માગમાં ઉછાળો આવ્યો છે.
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કુલ ૨.૫ કરોડ મકાનોની ૨૦૧૭ થી ૨૨ સુધીમાં જ‚રીયાત ઉભી થશે. જેમાં મોટાભાગે મધ્યમ અને મધ્યમથી ઓછી આવક ધરાવતા વર્ષના લોકોનો સમાવેશ થાય છે. વધુમાં સરકાર એફોર્ડેબલ હાઉસિંગ બાબતે ગંભીરતા દાખવીને અસરકારક નિર્ણયો કરી રહી છે. લોકોને સરળતાથી લોન મળી રહે છે. તેમજ લોનના વ્યાજ ઉપર સરકાર દ્વારા સબસીડીપણ આપવામાં આવે છે. આ પરિસ્થિતિમાં લોકો દ્વારા ઘરનું ઘર ખરીદવા માટે પ્રોત્સાહન મળે છે. સરકારની આ નીતિના કારણે એફોર્ડેબલ હાઉસિંગમાં આગામી પાંચ વર્ષોમાં ૬ લાખ કરોડના રોકાણથી જગ્યા થવાની છે.
જો કે હાઉસિંગ ફાયનાન્સ કંપનીએ આ ક્ષેત્રમાં વધુ પારદર્શક અને ચોકકસ પણ બનવુ પડશે. જેમાં ગ્રાહકોની પુરતી વિગતો રાખવી, ફાયનાન્સયલ ડેટા એકત્ર કરવો, બેડ લોનથી બચવુ વગેરેનો સમાવેશ થાય છે તો બીજી તરફ એચએફસી ગ્રાહકો સુધી અસરકારક રીતે પહોંચી શકે તો આગામી પાંચ વર્ષ ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એફોર્ડેબલ હાઉસિંગનો ક્ધસેપ્ટ શ‚ થતાની સાથે જ હાઉસિંગ ફાયનાન્સ ક્ષેત્રને પણ ફાયદો મળ્યો છે. સરકારે એફોર્ડેબલ હાઉસિંગ યોજનાને વેગ આપવા માટે બેંકોને પણ નિર્દેશો આપ્યા છે. આ ઉપરાંત તમામ વર્ગના લોકોને વિવિધ લાભ પણ આપવામાં આવે છે. સરકારના આ લાભનો ફાયદો લોકો દ્વારા લેવામાં આવતો હોવાથી હાઉસિંગ ફાયનાન્સનું ક્ષેત્ર પણ વિકાસના રસ્તે છે. તેમાં પણ આગામી પાંચ વર્ષમાં ૬ લાખ કરોડના રોકાણની જગ્યા થવાની હોવાથી પૂર્વ તૈયારીઓ પણ શ‚ કરી દેવામાં આવી છે. જો કે હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓએ સરળ અને અસરકારક માળખુ ઘડવુ પડશે જેથી ફાયનાન્સ ઝડપથી થઈ શકે અને નુકસાનથી પણ બચી શકાય.