હાલ ભારતમાં 40 ટકા નાણાકીય વ્યવહાર ડીજીટલ થઈ રહ્યા છે
સરકાર દેશને ડિજિટલ ઈકોનોમી તરફ આગળ વધારવા માટે સતત કાર્ય હાથ ધર્યું છે. ત્યારે હાલ જે સ્થિતિ ભારતમાં જોવા મળી રહી છે કે અત્યારે જે નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે તે 40 ટકાથી વધુ છે તે આંકડો આગામી ચાર વર્ષ એટલે કે હોટ 2026 સુધીમાં 10 ટ્રિલિયન ડોલર એ પહોંચે તો નવાઈ નહીં, સૌથી મોટું કારણ એ છે કે લોકો હવે વ્યવહારો નહીં ડિજિટલ વ્યવહારો કરવા માટે તૈયાર થઈ ગયા છે. ગત માસમાં 5.95 બિલિયન જેટલા નાણાકીય વ્યવહારો થયા હતા જેનો આંકડો 10.41 લાખ કરોડે પહોંચ્યો છે. ડિજિટલ પેમેન્ટ માં વધારો જોવા મળે છે તેમાં નોંધ કેશ પેમેન્ટની સાથે પર્સન ટુ પર્સન ફંડ ટ્રાન્સફર નો સમાવેશ થયો છે.
સરકાર માટે જરૂરી એ છે કે જ્યારે સરકાર ડિજિટલ પેમેન્ટ ને વધુ સુદ્રઢ બનાવવા માટે મહેનત કરી રહ્યું છે ત્યારે તે એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે જેમાં ડિજિટલ પેમેન્ટ કરવા માટે લોકો અને સલામતી અને સુરક્ષા ન જોખમાય જ્યાં સુધી સરકાર આ વિશ્વાસ લોકો સુધી નહીં પહોંચાડે ત્યાં સુધી આ આંકડો કદાચ તમે પણ રહી શકે છે પરંતુ જ્યારે લોકો ને ભરોસો બેસ્ટ છે કે તેઓ નાણાકીય ફ્રોડ નો શિકાર ડિજિટલ પેમેન્ટ માં નહીં બને ત્યારે તેઓ વધુ ને વધુ પોતાના નાણાકીય વ્યવહારો ડિજિટલ કરતા થઈ જશે અને એ દિવસો દૂર પણ નથી કારણ કે ટેકનોલોજી નું પ્રમાણ દિનપ્રતિદિન સતત વધી રહ્યું છે.
હાલ સરકાર માટે કહેવત ખૂબ જ મહત્વની છે કે અત્યારના જે આંકડો સામે આવ્યો છે તેનાથી ત્રણ ગણો વધારો આગામી ચાર વર્ષના સમયગાળામાં જ થશે. સાથોસાથ લોકો મોબાઈલ નો વપરાશ પણ વધારી દીધો છે તેને તે કદાચ આંકડામાં વધારો કરવા માટે પણ ખૂબ જ કારગત છે બીજી તરફ સરકાર પણ એ વાત ઉપર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે ડિજિટલ વ્યવહારો જે થાય તેમાં લોકોની સલામતી અને સુરક્ષા સહેજ પણ ન જોખમાય. ડિજિટલ વ્યવહારો માટે અનેકવિધ પ્લેટફોર્મ પણ ઉભા કરવામાં આવ્યા છે કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે આ પ્લેટફોર્મ થકી લોકો પોતાના નાણાકીય વ્યવહારો કરી રહ્યા છે અને ઘણા પ્લેટફોર્મ અને ઘણા માધ્યમો લોકોના ડેટાને સુરક્ષિત રાખવા માટે પણ સતત કાર્યશીલ રહે છે.