આબોહવા પરિવર્તન એ ભારત સહિત સમગ્ર વિશ્વ માટે પડકાર બની રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગે જાહેર કરેલા રિપોર્ટ મુજબ તેનાથી સ્વાસ્થ્ય સાથે અર્થતંત્ર પણ માઈકાંગલુ બની જશે. જીડીપીમાં અધધધ 35 ટકાનો કડાકો બોલશે તેવો પણ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
ભારતે અન્ય એશિયન દેશો કરતાં આબોહવા પરિવર્તનનો વધુ પ્રભાવ સહન કરવો પડશે, સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગ ફોર એશિયા એન્ડ ધ પેસિફિક એ જણાવ્યું હતું કે, એશિયા-પેસિફિક ક્ષેત્ર આબોહવા પરિવર્તન સામે પગલા લેવામાં પાછળ રહ્યું છે.
આબોહવા પરિવર્તનથી જનજીવનને મોટી અસર પહોંચશે, બીમારીઓનું પ્રમાણ વધતા આરોગ્ય સેવાઓ પાછળ પણ મોટો ખર્ચ કરવો પડશે
શુક્રવારે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં, ઇએસસીએપીએ જાહેર કર્યું છે કે ઉચ્ચ ઉત્સર્જનને કારણે આબોહવા પરિવર્તનથી થતા નુકસાન 2100 સુધીમાં વિકાસશીલ એશિયા માટે જીડીપી 24% ઘટાડી દેશે. જ્યારે ભારતમાં આ ઘટાડો 35% થી પણ વધુ હોઈ શકે છે.
વધુમાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એશિયન દેશો માટે આબોહવા પરિવર્તનને લઈને નિષ્ક્રિયતા હવે કોઈ વિકલ્પ નથી.
ઇએસસીએપી, મેક્રો ઈકોનોમિક પોલિસી અને ફાઇનાન્સિંગ ફોર ડેવલપમેન્ટ ડિવિઝનના ડિરેક્ટર હમઝા અલી મલિકે જણાવ્યું હતું. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે વૈશ્વિક એજન્સીઓ એ વાતને હાઈલાઈટ કરી રહી છે કે વિકાસશીલ દેશો 2030 સુધીમાં તેમના ટકાઉ વિકાસ લક્ષ્યોને પૂર્ણ કરવાના માર્ગ પર નથી.
વર્ષ 2100માં જીડીપી 20થી 30 ગણું વધવાને બદલે અત્યારે જેટલું છે તેનાથી 35 ટકા ઘટી જવાની ભીતિ
સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગે આબોહવા પરિવર્તનને લઈને રિપોર્ટ કર્યો જાહેર
ઇએસસીએપી અહેવાલ દર્શાવે છે કે એશિયા-પેસિફિક 2015 થી આબોહવા ક્રિયા પર ફરી વળ્યું છે, મોટાભાગના દેશોએ હજુ સુધી તેમની કાર્બન તટસ્થતા પ્રતિબદ્ધતાને કાયદામાં રૂપાંતરિત કર્યા નથી. આ ક્ષેત્રના 39 દેશોમાંથી માત્ર પાંચ દેશોએ કાર્બન તટસ્થતા પર કાયદો અપનાવ્યો છે.
રિપોર્ટમાં 10 એક્શન પોઈન્ટ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જેને દેશોએ ટકાઉ ધિરાણના અંતરને દૂર કરવા માટે સંબોધવાની જરૂર છે, જેમાં સ્થાનિક ચલણ ધિરાણ, ખાનગી ક્ષેત્રની ભાગીદારી, ચોખ્ખા શૂન્ય લક્ષ્યો, નિયમનકારી પગલાં અને નીતિ સુસંગતતા જેવા ઉકેલોનો સમાવેશ થાય છે. ભારતને 2030 સુધી રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન હેઠળ પર્યાવરણના જતન માટે 1.04 ટ્રિલિયન ડોલરના ભંડોળની જરૂર છે.