હાલમાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં હાડ થીજવી દેનારી ઠંડી પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. અને સાથે સાથે બરફવર્ષા પણ પડી શકે છે. હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે આગામી 48 કલાકમાં ઊંચી ચોટીઓ પર બરફ વર્ષા થઇ શકે છે. જિલ્લામાં કડકડતી ઠંડીની અસર જોવા મળી રહી છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. આરકે સિંહે કહ્યું છે કે જો એકવાર વધુ સારો વરસાદ થાય તો ખેડૂતોને મોટી રાહત મળી શકે છે.
સોમવારે લઘુત્તમ તાપમાન 3.1 ડિગ્રી સેલ્સિયલ રિકોર્ડ કરવામાં આવ્યું. જ્યારે મુનસ્યારી વિસ્તારમાં આજે લઘુત્તમ તાપમાન એક ડીગ્રી નોંધવામાં આવ્યું. મુનસ્યારીમાં સવારે અને સાંજના સમયે કડકડતી ઠંડી પડી રહી છે. અહીં ઉંચી ચોટીઓ પર ગત કેટલાક દિવસોથી હિમવર્ષા બાદ ઠંડી હવાનો પ્રકોપ હાજર રહ્યો છે.
જો હવામાનનો રુખ બદલાય છે તો એકવાર ફરીથી લોકો કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. આ દરમ્યાન હાલ આખા જિલ્લામાં કડકડતી ઠંડીની અસર જોવા મળી રહી છે. ખીણ પ્રદેશના વિસ્તારોમાં સવારે જોવા મળતા ધુમ્મસથી સામાન્ય જનજીવનને અસર થઇ રહી છે. જિલ્લામાં થોડા દિવસો પહેલા તમામ વિસ્તારોમાં મધ્યમ સ્તરની વર્ષા પણ થઈ હતી. પરંતુ આ વરસાદને પાક માટે પુરતો કઇ શકાય નહીં.
આ દરમ્યાન હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે મંગળવારથી વાદળાની સઘનતા વધી જશે. ઉંચી ચોટીઓ પર હિમપાત થઇ શકે છે. આ સપ્તાહે વાદળોની આવાજાહી બની રહેશે અને સપ્તાહના અંતમાં કેટલાક સ્થાનો પર સામાન્ય બરફવર્ષા થઇ શકે છે. હાલ શિળાયુ બરફવર્ષાની પ્રબળ સંભાવના બની છે.