વર્ષ દરમિયાન ૧૦ લાખ કેસોમાંથી ૭ લાખ લોકો કેન્સરના સ્ટેજ વધી જવાને લઈને મૃત્યુ પામે છે

કેન્સરનું નામ સાંભળતાની સાથે જ લોકો કાપી ઉઠે છે. હાલ કેન્સરનો જાણે રાફડો ફાંટયો હોય તેમ આ રોજ વકરી રહ્યો છે. જેને મુદ્દે સરકાર આગામી ત્રણ મહિનામાં દેશમાં ૪૯ કેન્સરની સારવાર માટેના સેન્ટર બનાવશે. આ પ્રોજેકટ ૨૦૧૪-૧૫થી ચાલી રહેલા ૩૧ કામગીરી હેઠળ જોડવામાં આવશે. હેલ્થ મિનીસ્ટરે આ યોજનાની શૈલી તૈયાર કરી છે. જેની તપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસમાં આજરોજ એક મીટીંગમાં રીન્યુ કરવામાં આવશે. અધિકારીઓના મુતાબિક આ યોજના માટે ‚ા.૩૪૯૫ કરોડનો ખર્ચ થશે.

આ સેન્ટરોમાં કેન્સર સહિત ડાયાબિટીઝ, રકતવાહિની તેમજ હૃદય હુમલા જેવા રોગોનું નિવારણ નેશનલ પ્રોગ્રામ ઓફ પ્રીવેન્શન એન્ડ કંટ્રોલ પ્રોજેકટ હેઠળ શકય બનશે. કેન્સર હાલ દરેકના ઘરમાં ચિંતાનો વિષય બની ગયો છે. લોકોને આ રોગના નિવારણ માટે મોટા શહેરોમાં જવુ પડતું હોય છે અને ત્યાં પહોંચવામાં આવે ત્યાર સુધીમાં ખુબ જ મોડું થઈ ગયું હોય છે. ખાસ કરીને આ સ્થિતિ નાના ગામડાઓ તેમજ જિલ્લામાં થતી હોય છે. ભારતભરમાં કેન્સર ટ્રીટમેન્ટ બનાવવાનો વિચાર સકારાત્મક સાબિત થશે. લોકોને દિલહી કે મુંબઈ સારવાર માટે જવું પડશે નહીં માટે તેમનો ખર્ચ પણ બચી જશે અને વ્યવસ્થિત સારવાર શકય બનશે.

ભારતભરમાં વર્ષ દરમ્યાન ૧૦ લાખ કેન્સર પીડિતોની સારવાર કરવામાં આવે છે. જેમાં ૭ લાખ લોકો મોડું થવાને કારણે મૃત્યુ પામે છે. તેઓ માનસિક તૈયાર ન હોય, પૈસાની સગવડનો અભાવ હોવાના કારણે તેમના જીવનનો સમય હાથની રેતીમાંથી સરકી જતો રહે છે. મેડિકલ રીસર્ચના આધારે કુલ ૧૭.૩૦ લાખ કેસોમાંથી ૮.૮૦ લાખ લોકો મૃત્યુ પામે છે. એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ આ સેન્ટરોમાં કેન્સર માટેના એડવાન્સ ટેકનોલોજીના સાધનો પણ સરકાર દ્વારા આપવામાં આવશે. હાલ ભારતમાં ૧૨૦૦૦ મશીનોની જ‚રીયાતની સામે ફકત ૬૦૦ રેડિયોથેરાપી મશીન ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા ભારતમાં ૧૭૫ રેડિયોથેરાપીના સાધનોમાં વધારો ૨૦૨૦ સુધીમાં થશે. જેનાથી મેડિકલ ક્ષેત્રને વધુ સુવિધાઓ મળશે. આ સાથે જ કેન્સર સેન્ટર, જીલ્લા સ્તરે હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજોને પ્રોત્સાહન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.