વિશ્ર્વભરના અવકાશયાત્રીઓ, ખગોળ શાસ્ત્રીઓ અને સ્પેશ એજન્સીઓ મંગળ પર સૌથી પહેલા પહોંચવા માટે હરિફાઈમાં છે ત્યારે નાસાએ આશા બતાવી છે કે, ૨૫ વર્ષમાં મંગળ ગ્રહ પર તેઓ અવકાશયાત્રીઓને મોકલશે.
મંગળ પર રહેલા રેડિયેશનો, વાતાવરણ અને એટ્રોફીની જેવા પડકારોના નિવારણ માટે નાસાએ ૨૫ વર્ષ સુધીનો સમય લાગશે તેવું કહ્યું હતું. પરંતુ આ પહેલા ટેકનોલોજી અને મેડિકલ અસુવિધા લાલ ગ્રહ પર અવકાશયાત્રીઓને મોકલવા માટે પડકારજનક છે. ત્યારે બજેટમાં થોડો વધારો કરીને આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં લઈ નાસાને ૨૫ વર્ષ જેટલો સમય લાગશે.
પૃથ્વીથી મંગળ ગ્રહ આશરે ૨૫૦ મીલીયન કિ.મી.ની દૂરી પર આવેલું છે. આજે વિકસીત થયેલી રોકેટ ટેકનોલોજીની સહાયતાથી ઝીરો ગ્રેવીટીના વાતાવરણમાં મંગળ ગ્રહ પર ફીઝીકલ ટોલ માધ્યમથી પહોંચવા માટે અવકાશયાત્રીઓએ ૯ મહિના જેટલો સમય લાગે છે. ત્યાં પહોંચ્યા બાદ પણ પૃથ્વીના માનવીઓને ડિહાઈડ્રેશન આંખોનું રતાંધણાપણુ અને બ્લડ વેસલ્સની તકલીફ પડી શકે છે. કારણ કે, શુન્યવકાશમાં શરીરમાં કેલ્સીયમની ઉણપ થતાં હાડકા નબળા પડી શકે છે અને એક વર્ષના મંગળ પરના મિશન છતાં શુન્યવકાશના પ્રેશર લેવલને વૈજ્ઞાનિકો માપી શકયા નથી. ત્યારે પૃથ્વીના ત્રીજા ભાગના હિસ્સામાં ગ્રેવીટી રહેલી છે.
સૌપ્રથમ તો વૈજ્ઞાનિકો અવકાશયાત્રીઓની મંગળ પર મોકલવા માટેના સમયનું મુલ્યાંકન કરી રહ્યાં છે કે કઈ રીતે ટ્રાવેલ ટાઈમ બચાવી શકાય. આ અંગેના ફેરફારો વિશે હાલ નાસાના અધિકારીઓ કાર્યરત છે. નાસાના અધિકારીએ જણાવ્યું હતું કે, જો આપણે અત્યારથી શરૂઆત કરીએ તો ટેકનોલોજી વિકસાવવાની સાથે પરિવહન સમય ઘટાડીને ૨૫ વર્ષમાં મંગળ ગ્રહ પર પહોંચી શકીએ.
હાલ આપણી પાસે પુરતા સાધનો અને ટેકનોલોજી નથી. જો માર્સ પર અવકાશયાત્રીઓને મોકલવામાં આવે તો તેને ગ્રહ પર લાગતા રેડીયેશનો લાગી શકે છે. નાસા પાસે હાલ ઈન્સાઈટ ઝુમીંગ ટુવાર્ડઝ માર્સ નામનું નવું રોબોટીંગ લેન્ડર છે જે ૨૬ નવેમ્બરના રોજ મંગળ પર સંશોધન માટે ઉપયોગમાં લેવાશે. આ ઉપરાંત નાસાનો અન્ય એક લક્ષ્ય છે કે તેઓ ૨૦૨૦ સુધીમાં મંગળ પર માનવ જીવન શકય છે કે કેમ તે અંગે સંશોધનો કરશે.