માર્ચ મહિનો શરૂ થતા જ સૂર્યની ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. દેશના ઘણા એવા ક્ષેત્રો છે, જ્યાં તાપમાનનું પ્રમાણ વધી રહ્યું છે. વધતા તાપમાનની વચ્ચે સૂર્યની ગરમી પણ સતત વધી રહી છે, જેના કારણે લોકો પરસેવો છૂટી રહ્યો છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે વરસાદ અને બરફવર્ષાને લઈને ચેતવણી જારી કરી છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી બેથી ત્રણ દિવસ સુધી અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વાવાઝોડાની સાથે વરસાદની પણ સંભાવનાઓ છે. 4 માર્ચે આસામ અને મેઘાલયમાં પણ વાવાઝોડાની શક્યતા હતી. પંજાબમાં 6-7 માર્ચ સુધી હળવા વરસાદની સંભાવના છે.
7 માર્ચે હરિયાણા, ચંદીગઢ,દિલ્હી,પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વીજળી અને ગાજવીજ સાથે છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. 7 માર્ચે હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જુદા-જુદા સ્થળોએ વીજળી સાથે વાવાઝોડાની શક્યતા છે.
હવામાન વિભાગ તરફથી સતત ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વધુ એક બવનડર ઉત્પન થઈ રહ્યો છે.
તેની અસર શરૂ થઈ છે, જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં 6થી 8 માર્ચ દરમિયાન ભારે વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. આને કારણે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે.
બીજી તરફ સાફ હવામાનને કારણે જમ્મુ-કાશ્મીરમાં દિવસના તાપમાનમાં ઉછાળો નોંધાયો હતો.અહીંનું તાપમાન સામાન્ય કરતા 5-7 ડિગ્રી વધારે છે. એક રિપોર્ટ મુજબ, હવામાનનો મીજાજ આજે અને કાલે બદલાશે. હવામા વિભાગ કેન્દ્ર શ્રીનગરના જણાવ્યા અનુસાર, 6-7 માર્ચે જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. શુક્રવારની શરૂઆત જમ્મુમાં સ્પષ્ટ હવામાનથી થઈ હતી. બપોરેના તડકો અનુભવ થઈ રહ્યો છે.