જીએસટીમાં ૧ર ટકા અને ૧૮ ટકા વચ્ચેનો નવો દરનો સ્લેબ નકકી કરવાની તથા લકઝરી અને આરોગ્યને નુકશાનકારક સહિતની તમામ વસ્તુઓ પરના ૨૮ ટકા જીએસટી ટેકસનો ઘટાડવાનો નાણામંત્રી અરૂણ જેટલીનો નિર્દેશ
જી.એસ.ટી.ની નવી કર પઘ્ધતિ અમલમાં આવ્યા બાદ અનેક ચીજવસ્તુઓમાં જીએસટીના દરો વધારે હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી. જેથી, જીએસટીના દરોને વાસ્તવિક સ્તરે લઇ જવા સરકાર કાર્યરત છે. જેમ નાણામંત્રી અરૂણ જેટલીએ ગઇકાલે જણાવીને ઉમેર્યુ હતું કે જીએસટીમાં ૧ર અને ૧૮ ટકાના ટેકસ સ્લેબમાં રહેલી દરેક ચીજવસ્તુઓને મિલાવીને એક દર નકકી કરવામાં આવશે. ર૮ ટકાના ટેકસ સ્લેબમાં રહેલી તમામ વસ્તુઓ ટુંક સમયમાં ઓછી કરાશે અને માત્ર આ સ્લેબમાં લકઝરી અને આરોગ્યને નુકશાનકારક વસ્તુઓને જ રખાશે.
નાણામંત્રી અ‚ણ જેટલીએ ફેસબુક પર મુકેલી પોતાની પોસ્ટ જીએસટીના ૧૮ મહીનામાં વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને પણ જીએસટી લાગુ થતાં પહેલા ૧પ થી ૧પ.૫ ટકાના વાસ્તવિક રેટની ભલામણ કરી હતી. પરંતુ પાછળથી મોટાભાગની ચીજવસ્તુ ૧૭ થી ૧૮ ટકાના બે પ્રમાણભુત સ્લેબમાં રાખવામાં આવી હતી. જયારે ગરીબો માટે જીવનજરુરી તમામ વસ્તુઓને ૧ર ટકાના સ્લેબમાં રાખવામાં આવી હતી. આ સ્લેબ નકકી થયા બાદ તેની જીએસટી કાઉન્સીલમાં ભલામણ થઇ હતી. એક વખત નિર્ણય લેવાયા બાદ તે પછી અધિકારીઓને તેના આકરી રેટ નકકી કરવું અધરું પડે છે.
જીએસટી કર માળખુ આવ્યા બાદ ભારત સરકારની મહેસુલી આવકમાં ભારે વધારો થશે છે જેથી હવે ટુંક સમયમાં ૦ ટકા, પ ટકા અને ૧ર-૧૮ ટકા વચ્ચે વાસ્તવિક એમ ત્રણ સ્લેબ હોઇ શકે છે. જો કે લકઝરી અને સીનગુડઝ જીએસટીના ર૮ ટકાના ઉંચા સ્લેબમાં રખાશે તેમ જણાવીને જેટલીએ ઉમેર્યુ હતું કે હાલ ૧,૨૧૪ વસ્તુઓમાંથી ૧૮૩ વસ્તુઓ પર ૦ ટકા, ૩૦૮ પર ટકા, ૧૭૮ પર ૧ર ટકા અને ૫૧૭ વસ્તુઓ પર ૧૮ ટકા જીએસટી કર લાગી પડે છે. જેમાંથી ર૮ ટકાનો સ્લેબમાં માત્ર થોડી જ વસ્તુઓ બાકી રહેવા પામી છે.
જીએસટીમાં સુધારા સમાપ્ત થતાં અમે તેના દરોને વાસ્તવિક બનાવવાના પ્રથમ પગથિયાને પાર કધરી દઇશુ. અત્યારે જીએસટીના બે સ્લેબ ૧ર અને ૧૮ ટકા છે તેને ભવિષ્યમાં બન્ને વચ્ચેનો એક વાસ્તવિક દર રહેશે. પરંતુ આ અંગે આખરી નિર્ણય લેતા થોડી વાર લાગશે તેમ જેટલીએ જણાવીને ઓટો પાર્ટસ, સીમેન્ટ સહીતના ર૮ ટકાના સ્લેબમાં રહેલી ચીજવસ્તુઓના ટેકસમાં પણ ઘટાડો કરાશે જેમ અંતમાં ઉમેર્યુ હતું.