પાકિસ્તાનના પંજાબને ઘઉંનો કોઠાર માનવામાં આવે છે પરંતુ સિંધ અને બલુચિસ્તાનમાં લોટ માટે લોકોએ કરકરથી ઠંડીમાં આખી રાત ઊભું રહેવું પડે છે
ભાજપના વરિષ્ઠ નેતા અને હજ કમિટીના પૂર્વ સભ્ય અને પશમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘના પ્રમુખ ઇરફાન અહેમદ એ જણાવ્યું હતું કે આજે પાકિસ્તાન ભયાનક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યાંના લોકો દાણા દાણા ના મોતાજ થઈ ગયા છે પાકિસ્તાનના કબજાગ્રત કશ્મીરના લોકો ભારતમાં ભળવા માટે પ્રદર્શન કરી રહ્યા છે હવે પાકિસ્તાનના લોકોને પણ નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જેવા નેતૃત્વ ની જરૂરિયાતો નો અનુભવ થઈ રહ્યો છે ઇરફાન અહેમદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજકાલ પાકિસ્તાન ના એવા હાલ છે કે મેં પડોશી રાષ્ટ્રોમાં ક્યાંય આવી પરિસ્થિતિ જોઈ નથી આપણા માધ્યમો કોણ જાણે કેમ આ અંગે ના વિસ્તૃત સમાચારો છાપતા નથી કે તસ્વીરો જારી થતી નથી..
પરંતુ ટીવી ચેનલો તો કમાલ કરી રહી છે ગમે એમ કરીને પાકિસ્તાની ચેનલો ના દ્રશ્યો આપણા દર્શકોને બતાવી રહ્યા છે, પાકિસ્તાનના લોકો આપણા જેવી જ ભાષા બોલતા હોય ત્યાં અંગ્રેજી કે ઋષિ કે યુક્રેન કે અરબી કે ફારસી ભાષા બોલાતી નથી ત્યાં તો હિન્દુસ્તાની જ ચાલે છે ત્યાંના લોકો ની તકલીફો અને સૂત્રોચારો ભાગદોલ અને મારામારી ખરેખર જોવા વાળા ના હૃદય કંપાવનારા છે ઇરફાન અહેમદે પાકિસ્તાની વિસ્તૃત પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લોટનો ભાવ 250 થી 300 નો કિલ્લો છે અને તે પણ સહેલાઈથી નથી મળતું પુરુષો મહિલા અને બાળકો આખી રાત લોટ લેવા માટે લાઈનોમાં ઊભા રહે છે તાપમાન નો પારો 0 થી પણ નીચે હોય ત્યાં લોટ માટેની અછત ઘણી મુશ્કેલી સર્જે છે તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના પંજાબ ને ઘઉંનો ભંડાર કહેવાય છે પરંતુ પ્રશ્ન એ છે કે બલોચિસ્તાન અને ભક્તુનવા ના લોકો લોટ માટે કેમ તરસે છે ?કેમ કે ખાવા પીવાની ચીજો ના ભાવ આસમાને પહોંચી ગયા છે
અમેરિકા યુરોપ દેશ અને સાઉદી અરબ એ પાકિસ્તાનને મદદ કરી છે પરંતુ પાકિસ્તાન પર કરજનો અંબાર ખડકાઈ ગયો છે આ પરિસ્થિતિમાં કેટલાક મિત્રોએ મને પૂછ્યું હતું કે પાકિસ્તાન તેમનો નજીકનો પડોશી રાષ્ટ્ર છે તો આ સ્થિતિમાં ભારત કેમ ચૂપ છે? ભારત , અફઘાનિસ્તાન શ્રીલંકા યુકેન ને હજારો ટન અનાજ અને દવાઓ મોકલી શકે છે તો પાકિસ્તાનને કેમ નહીં? પાકિસ્તાન ભારતનું સૌથી નજીકનું પડોશી રાષ્ટ્ર છે ઇરફાન અહેમદ એ જણાવ્યું હતું કે મને પ્રશ્નો પૂછનાર મિત્રોને મેં જવાબમાં એવું પૂછી લીધું કે શું પાકિસ્તાને ક્યારેય પાડોશી ધર્મ બજાવ્યું છે? તેમ છતાં અમે માનીએ છીએ કે નરેન્દ્ર મોદી અત્યારે પાકિસ્તાન ની જનતા ની મદદ માટે હાથ લંબાવી દે તો એ તેમની ઐતિહાસિક અને અપૂર્વ પહેલ ગણાશે અને સમગ્ર વિશ્વ તેમને આ મદદ બદલ મસિહા માનશે અને માનવતા ના કામ માટે તેમને વિશ્વ ગુરુ માનશે ..
પાકિસ્તાનના કેટલાય લોકો એ ટીવી પર કહેતા અમે સાંભળ્યું છે કે અત્યારે પાકિસ્તાનને એક મોદી ની જરૂર છે તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો ને મોદી પસંદ નથી કેમકે એ લોકોને પાકિસ્તાનનો અનુભવ નથી તેમણે જણાવ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતની જે પરિકલ્પના કરી હતી તેની જરૂરિયાત હવે સમજાઈ રહી છે અગાઉ ભારત વર્ષ પર શાસન કરનાર મોઘલો એ અત્યાચાર કરીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું અને હવે તેમના પછી કેટલાક સ્વાર્થી રાજનેતાઓ એ ભારતને ખંડિત કરી દીધું ભૂખ્યા દુખિયા પાકિસ્તાનના લોકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ ની કિંમત હવે સમજાય છે અને તે મનોમન એવું વિચારે છે કે જો મોદી જેવા રાજનેતા પાકિસ્તાનમાં હોય તો દેશ અને દેશવાસીઓની આ સ્થિતિ ન હોય