મુસ્લિમ મહોલ્લા, ગ્રામ પંચાયત ઓફીસ અને મયુર હોટલ સહિતના સ્થળોની મૂલાકાત ન્યાયાધીશ લે તેવી શકયતા

નરોડાગામ કેસની સૂનાવણી કરતા ન્યાયાધીશોને સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે ઘટના સ્થળની મૂલાકાત લેવા વિનંતી કરી હતી જેને એસઆઈટી જજ પી.બી. દેસાઈએ માન્ય

રાખી છે.

ગત સપ્તાહે અદાલતે ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત ૧૮૭ સાક્ષીઓની જુબાની નોંધી હતી સીઆઈટીએ વિનંતી કરી હતી કે નરોડા ગામ કેસમાં તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ જે થયું તે સમજવા સ્થળ મૂલાકાત થાય તો સરળતા રહેશે આ મૂલાકાતથી સાક્ષીઓનાં દાવાને વેરીફાઈ કરવા ન્યાયધીશોને મદદ મળશે.

આ કેસમાં એસઆઈટી દ્વારા માયા કોડનાની સહિત ૮૨ લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ન્યાયાધીશોએ વકીલોને કયા સ્થળની મૂલાકાત લેવાની છે તે સુનિશ્ર્ચત કરવા કહ્યું છે. વકીલોએ મૂસ્લીમ મહોલ્લા, ગ્રામ પંચાયતઓ મયુર હોટલ અને નંદુમીયાની દૂકાન સહિતના સ્થળોની મુલાકાત લેવાની સલાહ આપી છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરોડા ગામ ઘટનામાં ૧૧ લોકોની હત્યા થઈ હતી આ તોફાન ૨૦૦૨ના મુખ્ય ૯ તોફાનો હેઠળનું એક છે. કેસની તપાસ વડી અદાલતે નિમણુંક કરેલી એસઆઈટી દ્વારા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.