ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં મોટુ ગાબડુ પડતા પાણી નજીકના તલાવડીમાં ઠલવાયું
રાજયભરમાં છૂટાછવાયા વરસાદનો આરંભ થઈ ગયો છે. ત્યારે હળવદ પંથકમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આવાજ સમયે પંથકના ચંદ્રગઢ ગામ નજીક પસા થતી ધ્રાગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલમાં ચંદ્રગઢ ગામ નજીક કેનાલમાં પાણીનો પ્રવાહ વધતા એકાએક ગાબડુ પડતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ નર્મદા વિભાગને થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી ગાબડુ બંધ કરી રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતુ.
સમગ્ર જીલ્લામાં નર્મના કેનાલનાં સૌથી વધુ લાભ હળવદ તાલુકાને મળી રહ્યો છે. એક તરફ હળવદ પંથકમાં સૌથી ઓછા વરસાદ પડતા ખેડુતોએ આગોતરા પાકના વાવેતર કરતા પાણીની તાતી જ‚રીયાત ઉભી થતા ધરતીપુત્રો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવાજ સમયે ધ્રાંગધ્રાથી આવતી ધ્રાંગધ્રા નર્મદાબ્રાન્ચ કેનાલ હળવદના લીલાપુર ચંદ્રગઢ થઈ હળવદના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થાય છે. પાછલા બે ત્રણ દિવસથી આ કેનાલમાં આઠ ફૂટે પાણીનો પ્રવાહ વધતા અને પ્રવાહમાં હજુ પણ વધારો થતા પંથકના ચંદ્રગઢ ગામ નજીક પસાર થતી આ કેનાલમાં સવારે ૯.૩૦ કલાકની આસપાસ એકાએક મસમોટુ ૧૫-૨૦ ફૂટનું ગાબડુ પડતા ભારે દોડધામ મચી જવા પામી છે.
બીજી તરફ આ ગાબડુ પડયા બાદ પાણીનો બધો જ પ્રવાહ કેનાલ નજીક આવલે સુખપર ગામની સીમમાં આવેલા ખાલી ચેકડેમમાં પાણીનો પ્રવાહ વહેતા કોઈ ખેતરોમાં નુકશાની થવાની વિગતો બહાર આવી નથી.