બીલ વગર ધાબડાતો માલ, વધુ નફો ખાટવા હલકી ગુણવતાની ધરાર અપાતી દવાઓના કારણે અનેકના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયા
સરકાર દ્વારા દર્દીઓને સારી ગુણવતાવાળી અને સસ્તી દવા મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો તથા દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ખોલવામાં આવેલ છે.પરંતુ કેટલાક મેડીકલ ધારકો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર ફુડ એન્ડ ડ્રગના નીયમોને જાણે ધોળીને પી ગયા હોય તેવું કેટલાંક કિસ્સામાં બહાર આવેલ છે.જેનરીક મેડિકલ સ્ટોર દ્વારા દર્દીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. મેડીકલ સ્ટોર દ્વારા એકને એક પ્રિસક્રિપસન પર વારંવાર નશાકારક દવાઓનું વેચાણ થઇ રહ્યું છે. પરંતુ માલુમ પડયું છે કે આવા લેભાગુ મેડીકલ સ્ટોર ધારકો સામે આપણા કહેવાતા અધિકારીઓ જાણે કે વામણા પુરવાર થયા હોય તેવું લાગે છે.ઘણાં મેડીકલ સ્ટોર બિનફાર્મસી દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. જયારે દવાની દુકાનમાં નિયમ પ્રમાણે રજીસ્ટર ફાર્મસી હોવા જરુરી બને છે. પરંતુ ફાર્મસીની હાજરી વગર ખુલ્લે આમ નશાકારક દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે યુવાધન તથા દર્દીઓના સ્વસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.પરંતુ આવા કહેવાતા જન ઔષધિ સ્ટોર ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતી સારી ગુણવતા યુકત દવાઓના બદલે સાવ હલકી ગુણવતા વાળી દવાઓ દર્દીઓને પીરસવામાં આવે છે. જેના કારણે દર્દીઓને જાન જોખમમાં મુકાઇ શકે છે. આવી દવાનું ગેરકાયદે બીલ વગર વગર એકમાત્ર પોતાની સ્વાર્થ વૃતિ સંતોષવા વેચાણ કરે છે.ઘણાં કિસ્સાઓમાં જોવામાં આવ્યું છે કે સરકારી દવાઓનો સ્ટોક હોવા છતાં પણ પોતાની સ્વાર્થી વૃત્તિ સંતોષવા માટે દર્દીઓને હલકી ગુણવતાવાળી દવાઓ આપવામાં આવી રહી છે. જે દર્દીઓને લાંબાગાળે નુકશાનકારક સાબિત થઇ શકે છે. આવા અમુક કિસ્સાઓ બહાર આવ્યા છે ત્યારે રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર આવેલ દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ મેડીકલ સ્ટોરમાં જોવામાં આવ્યું કે ત્યાં રજીસ્ટર ફાર્મસીની હાજરી વગર દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. એમને પુછવામાં આવ્યું હતું. કે રજીસ્ટર ફાર્મસી વગર આપ આવી નશાકારક દવાઓનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે મેડીકલ સ્ટોર ધારકનું કહેવાનું હતું કે અમારે ત્યાં ફાર્મસી અમુક સમય જ હાજર રહે છે. જયારે ડોકટરનું પ્રિસકિપસન આપવામાં આવ્યું હતું એમાં ડોકટર દ્વારા ૧૦-૧૦ ગોળીઓ જ લખવામાં આવી હતી પરંતુ એમાં નશાકારક દવા વધુ માગવામાં આવી તો ત્યાં સહેલાયથી આપવામાં આવી હતી. જે ફુડ એન્ડ ડ્રગના નીયમોની વિરુઘ્ધ માં આવે છે. ત્યારબાદ તે દવાઓનું બીલમાં ફાર્મસીની સહી કરવી ફરજીયાત હોવાના કારણે સહી કરવા માટે કહ્યું હતું પરંતુ ત્યાંના મેડીકલ સ્ટોર ધારકે આનાકાની કરી બીલ ઝુંટવીને બીલ વેસ્ટ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે આવા સ્વાર્થી વૃત્તિ ધરાવતા મેડીકલ ધારકો ફુડ એન્ડ ડ્રગના નીતી નિયમોનો ભંગ કરી રહ્યા છે.