અમદાવાદ કાર ભાડે મંગાવી કાર માલિકને ઉઠા ભણાવી ગઠીયો પલાયન
રાજકોટ ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મ તરીકેની ઓળખ આપીને ભેજાબાજ ડ્રાઈવરની નજર ચૂકવીને કાર લઈ ફરાર થઈ ગયા હતો. અ બનાવ અંગે દરોડા પોલીસે નરેન્દ્રસિંહ જાડેજા સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે રાજકોટમાં માધાપર ચોકડી પાસે કલ્પસુત્ર એપાર્ટમેન્ટમાં રહેતા અને ભાડાની કાર ચલાવતા શકિતસિંહ નટુભા જાડેજાએ નરોડા પોલીસ સ્ટેશનમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેઓ ભાડાની કારથી રાજકોટથી અમદાવાદના ફેરા કરે છે, અગાઉ તે રાજકોટમાં ટ્રાવેલ્સ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા ત્યારે ચૂડા તાલુકાના જૂની મોરવાડ ખાતે રહેતા નરેંદ્રસિંહ ખુમાનસિંહ જાડેજાના પરિચયમાં આવ્યા હતા.
ગત તા.૧૯ના રોજ તેમણે ફોન કરીને પોતે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં પોલીસ તરીકે નોકરી કરતા હોવાની વાત કરી અને તારાપૂર તપાસમાં જવાનું કહીને કાર ભાડે પ્રતિદિન ભાડુ રૂા.૨૦૦૦નો સીએનજી તેઓ પૂરાવી આપશે તેવી વાત કરીને અમદાવાદ નારોલ ખાતે બોલાવ્યા હતા. ત્યાં આવ્યા બાદ રણસણ ટોલનાકા પાસે આવેલી હોટલમાં ફરિયાદીને એક ફાઈલ લઈને મોકલીને સાત હજાર લઈ આવવા કહ્યું હતુ જેથી ફરિયાદી કામ પતાવીને આવ્યા બાદ તારાપૂર જઈને પરત આવ્યા હતા બીજા દિવસે તે જ હોટલમાં ફરિયાદીને રૂા.૧૫૦૦૦ લેવા માટે મોલ્યા હતા. ફરિયાદીએ હોટલમાં જઈ જયેન્દ્ર પટેલ નામની વ્યકિત સાથે ફોન પર વાત કતા તેઓએ કહ્યું તે મને પૈસા આપવા માટે માણસ આવે છે તેવી વાત ક્રી હતી, જેથી ફરિયાદીએ બહાર આવીને ચોકસાઈ કરવાનું મુનાસીબ માન્યું હતુ પણ તેણે જોયું કે આરોપી કાર લઈને ફરાર થઈ ગયો હતો.