ઇ-સ્પોટર્સ ટુર્નામેેન્ટ માટે એપિડ ગેમ પહેલા જ વર્ષમાં ૬૫૦ કરોડ ઇનામોની વણઝાર કરશે.
હાલ તો આઇપીએલનો ફિવર ચાલી રહ્યો છે તો ક્રિકેટ મેચો પર લાખો કરોડોના સટ્ટા રોજ લાગે છે, ફકત આઇપીએલ જ નહી ઓનલાઇન રમાતી રમતો પણ એક પ્રકારનું મોર્ડન જુગાર બની ગયું છે. તીનપત્તી જેવી ગેમ્સ પણ હવે ઓનલાઇન આવી ગઇ છે. તેથી જુગારીઓને સરખાઇ છે. પરંતુ ઓનલાઇન ગેમ્પ અઢળક ઇનામોની વણઝાર શા માટે કરે છે ? ગેમ્સમાં મળત ભરમાર ઓફરો પણ સટ્ટાનો જ હિસ્સો છે.
ત્યારે ફોર્ટનાઇટ એન્ડ્રોઇડ આ ઉનાળામાં રિલીઝ થઇ રહી છે. એવિક ગેમ્સ પહેલા જ વર્ષમાં ૧૦૦ મીલીયન એટલે ૬૫૦ કરોડના ઇનામો લાવી રહ્યું છે. જે ઇ-સ્પોર્ટસને પ્રોમોટ કરશે જેમાં કોલ ઓફ ડયુટી, ફાલો ફાઇવ, ઓવરવોચ, કાઉન્ટર સ્ટાઇક, લિગ ઓફ બિજન્ડ, રોકેટ લીગ અને સ્ટારક્રાફટ જેવા ઇ-સ્પોર્ટસ સામેલ કરવામાં આવશે જેના પર બોલી લગાડવાના ઇનામો રહેશે એડવેન્ચર અને ઓનલાઇન ગેમ્સના નામે જુગારના હાટડા ધમધમી રહ્યા છે. તમારુ ગીયર પકડી અને ટ્રેનીંગ શરુ કરી લો કારણ કે માર્કેટના ધમધમવા ફોર્ટનાઇટ બેરલ રોયલ આવી રહી છે.
કંપની જણાવે છે કે અમો ગેમ વધુ રસપ્રદ અને એડવેન્ચરસ બને તેના માટે પ્રયાસો કરી રહ્યા છીએ જો કે આ ગેમ કયા પ્લેટફોર્મ પર આવશે તે હજુ સ્પષ્ટ થયું નથી. પહેલા વર્ષે આ ગેમ તમે કમ્પ્યુટરપર જરુરથી રમી શકશો ત્યારબાદ આઇઓએસ અને એન્ડ્રોઇડમાં એવિક ગેમ્સ આવે તો નવાઇ નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com