રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને દૂધની ગુણવતા મુદ્દે બદનામ કરવાની પ્રવૃતિ સામે રાજકોટ ડેરીના ચેરમેન રાણપરીયાનો જડબાતોડ જવાબ
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજકોટ જિલ્લાના ૬૫ હજાર દૂધ ઉત્પાદક પરીવારોને રોજગારી આપવામાં સીધી રીતે મદદરૂપ તથા ૯૧૨ દૂધ મંડળીઓનુ વિશાળ સહકારી નેટવર્ક ધરાવતા રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.(રાજકોટ ડેરી)ને ભરતી, દૂધનાભાવ તથા દૂધની ગુણવતા સહિતના વિવિધ મૂદે બદનામ કરવાની પ્રવૃતિ છેલ્લા કેટલાક સમયી શરૂ થઈ છે તેનાથી સહકારી ક્ષેત્રમાં દુખની લાગણી ફેલાયેલ છે આ પ્રવૃતિ રાજકોટ જિલ્લાના મજબુત સહકારી ક્ષેત્રને તોડી પાડવાના કાવત્રાના ભાગરૂપે થઈ રહયાનો આક્ષેપ કરી રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ આવા તત્વોને એક એક મૂદાનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
રાજકોટ ડેરીમાં વર્ષ ૨૦૦૩થી ચેરમેન પદે ચૂંટાતા ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવ્યુ હતુ કે, રાજકોટ જિલ્લામાં ખેડુતો અને પશુ પાલકોના નામે સહકારી સંસ્થાઓ ઉપર છાસવારે કાદવ ઉછાળી સંસ્થાઓને બદનામ કરતી એક ટોળકી સક્રિય થઈ છે અને આ ટોળકી રોજ સવારે ઉઠીને ખેડુતોની એક સહકારી સંસ્થાસને નિશાન બનાવી રહી છે, જે લોકો આક્ષેપ કરી રહયા છે તે ન તો દૂધ ઉત્પાદક છે ન તો કોઈ દૂધ મંડળી સાથે તેઓને લેવાદેવા છે માત્ર પોતાના અંગત ર્સ્વા સાધવા આ ટોળકી ખેડુતોના નામે મીડીયામાં પોતાની છબી બનાવવા હવાતીયા મારી રહી છે, ત્યારે દેશભરમાં સૌથી મજબુત અને નમૂનેદાર એવા રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રને બચાવવા આવા લેભાગુ તત્વોને તથા પડદાપાછળી આવા તત્વોનો દોરી સંચાર કરતા કહેવાતા શકુનીઓને લોકોએ ઓળખી લેવાની જરૂર છે.
આ ઉપરાંત દૂધના ખરીદભાવ અને ભાવફેરના નામે દૂધ ઉત્પાદકોખેડુતોને ગુમરાહ કરવામાં આવી રહયા છે તે અંગે ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮/૧૯માં રાજકોટ ડેરીએ સરેરાશ દૂધનો ખરીદભાવ રૂ.૬૧૫ ચુકવેલ હતો જયારે ભાવફેર રૂ.૨૦ મળી કુલ રૂા.૬૩૫/- વાર્ષિક સરેરાશ ચૂકવવામાં આવેલ હતા, ચાલુ વર્ષે સંઘ ખેડુતો/પશુપાલકોને સરેરાશ વાર્ષિક ખરીદભાવ સીધો જ રૂ.૬૫૬ ચુકવવામાં આવેલ કારણ કે વર્ષ ૨૦૧૯/૨૦માં ખોળદાણના ઉચાભાવ, વધુ વરસાદ, પશુઓમાં દૂધનું ઓછું ઉત્પાદન વગેરેને કારણે દૂધ ઉત્પાદકોને જે તે સમયે સીધો જ આર્થિક લાભ મળી રહે તે ઉદેશ થી ગત વર્ષની સરખામણી વર્ષ ૨૦૧૯/૨૦માં રૂ.૨૧/- વધારે ભાવ ચૂકવેલ છે, જો અન્ય ડેરીની જેમ સંઘે નિર્ણય કરેલ હોત તો આ ૨૧ રૂપીયા જે તે વખતે દૂધ ઉત્પાદકોને ન ચુકવીને વર્ષના અંતે ભાવફેરમાં ચુકવી શકત પરંતુ સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોને મુશ્કેલીના સમયમાં આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તેમજ પારદર્શિતા જળવાઈ રહે હેતુથી જે તે સમયે સીધો જ ઉચો ખરીદભાવ ચુકવવામાં આવેલ હતો, ચાલુ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૦/૨૧માં હાલ સુધીમાં સંઘ દ્વારા દૂધનો સરેરાશ ખરીદભાવ રૂા.૬૬૭ ચુકવવામાં આવે છે જે આજુબાજુના સંઘ કરતા પ્રતિકિલો ફેટે ૩૦ થી ૪૦ રૂપીયા વધારે છે જો સંઘ દ્વારા હાલમાં આ ૩૦ થી ૪૦ રૂપીયા જો સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોને ન ચુકવવામાં આવે તો વર્ષના અંતે આ રકમ પશુ પાલકોને ભાવફેરના રૂપમાં ચુકવી શકાય પરંતુ સંઘ દ્વારા દૂધ ઉત્પાદકો સીધો જ આર્થિક ફાયદો થાય તે હેતુથી સીધો જ ઉચો ખરીદભાવ ચુકવવામાં આવે છે. વર્ષ ૨૦૦૯/૧૦ના વર્ષમાં રાજકોટ ડેરીનો સરેરાશ ખરીદભાવ પ્રતિકિલો ફેટે રૂ.૩૨૧ ચુકવાતો હતો જે વર્ષ ૨૦૧૯/૨૦ના વર્ષમાં સરેરાશ પ્રતિકિલો ફેટે રૂા.૬૫૬ ચુકવવામાં આવેલ હતો જે ઉપરી સ્પષ્ટ ફલીત થાય છે કે છેલ્લા દસ વર્ષમાં ઉતરોતર સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોને દૂધના ખરીદભાવ ડબલ કરતા પણ વધારે ચુકવેલ છે, આમ ભાવફેરનો મૂદો માત્ર લોકોને ગુમરાહ કરવા માટે જ ઉછાળવામાં આવી રહ્યો હોય તેવુ સ્પષ્ટ જણાય છે.
દૂધમાં ભેળસેળ થતી હોવાના થઈ રહેલા આક્ષેપોને વાહીયાત ગણાવતા ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવેલ છે કે, રાજકોટ ડેરીમાં ગ્રામ્ય કક્ષાએ થી કેન અને ટેન્કર મારફતે દૂધ પ્રોકયોરમેન્ટ કરવામાં આવે છે, કેનમાં આવતા દૂધનુ ટેસ્ટીંગ કરતા તેમાં ભેળસેળ જણાયે તુરંત દૂધને ડોક ઉપર ઢોળી નાખવામાં આવે છે તેવી જ રીતે ટેન્કરમાં આવતા દૂધની ચકાસણીમાં ભેળસેળની પુષ્ટી થયે ફેડરેશનના નિયમ મુજબ ફુડગ્રેડ કલર નાખી પરત મોકલી દેવામાં આવે છે, અને શિક્ષાત્મક વસુલાત કરવામાં આવે છે દૂધ રીજેકટ યે સંઘ દ્વારા ટેકનીકલ માણસોને દૂધ મંડળી ઉપર મોકલી દૂધ ભરતા ગ્રાહકોના દૂધનું ટેસ્ટીક કરી જે વ્યકિતના દૂધમાં ભેળસેળ આવતી હોય તેનુ દૂધ ન લેવા દૂધ મંડળીને લેખિતમાં જણાવવામાં આવે છે તેમ છતા પણ મંડળીનુ દૂધ મહિનામાં ત્રણ વખત ચકાસણીમાં ભેળસેળ જણાયે દરેક વખતે મંડળીને નોટીસ આપી જણાવવામાં આવે છે અને ત્રીજી વખત ભેળસેળ આવ્ય દૂધ મંડળી નિયમ મુજબ બંધ કરવામાં આવે છે, દૂધમાં તી ભેળસેળ અટકાવવા માટે રાજકોટ ડેરીએ લેટેસ્ટ ટેકનોલોજીવાળુ ગેસ ક્રોમેટોગ્રાફી મશીન બે વર્ષ પહેલા વસાવવામાં આવેલ છે, આ મશીનમાં દૂધના ફેટની ઉત્પતી સુધીના ખાસ પૃથ્કરણ થાય છે અને ભેળસેળ પણ સચોટ રીતે પકડી પાડે છે, વળી ડિરીમાં આવતા દૂધની ગુણવતાની ચકાસણી માટે રાજકોટ ડેરીની કયુ.સી. ટીમની સાથે સાથે અમૂલ ફેડરેશનના કવોલીટી કંન્ટ્રોલના અધિકારી સીધી દેખરેખ રાખે છે, આ ટીમની નજર હેઠળ જ દૂધનું ચેકિંગ થાય છે ગત સાલે સંઘ દ્વારા ફેડરેશનને મોકલવામાં આવેલ દૂધનો જથ્થો એક પણ વખત ટેસ્ટીંગમાં ભેળસેળ નીકળેલ નથી જે રાજકોટ ડેરી દ્વારા ભેળસેળ વગરનુ દૂધ સ્વીકારવામાં આવતુ હોય તે સૌથી મોટું પ્રમાણ છે. દૂધ આટલી ચુસ્ત અને સચોટ વ્યવસથા હોવા છતા દૂધમાં ભેળસેળના આક્ષેપો કરવામાં આવી રહયા છે તે તદન વાહિયાત અને ઉપજાવી કાઢેલ છે અને વિશ્વની સૌથી મોટી બ્રાંડ “અમૂલ’ને પણ લાંછન લગાડે છે.
વધુમાં ક્રેટ અંગે થયેલ આક્ષેપમાં જણાવવાનું કે દૂધ વિતરણ માટે વાપરવામાં આવતા ક્રેટ પ્લાસ્ટીકના હોય છે, દરેક એજન્સીને આપવામાં આવેલ કેટનું વાર્ષિક એકાઉન્ટીંગ કરવામાં આવે છે, વર્ષ દરમ્યાન થયેલ ઘટ જે તે એજન્સી પાસેથી રીકવરી કરવામાં આવે છે, તેમજ એક કીત ચોરીનો વારંવાર આક્ષેપ કરવામાં આવે છે. રાજકોટ ડેરી દ્વારા અપ ક્ધટ્રીમાં અમૂલ દૂધનું વિતરણ કરવા માટે ફેડરેશન રાજકોટ ડેરીમાં પેકિંગ કરાવે છે, અપક્નટ્રીના ટ્રાન્સપોર્ટર દ્વારા ચોરીના પ્રયાસને રાજકોટ ડેરીના કર્મચારીઓએ પોતાની સુઝબુઝથી નિષ્ફળ બનાવવામાં આવેલ અને ચોરી કરનાર તત્વોને ડેરીમાં જ પકડી પાડેલ હતા જેમાં નિયમ મુજબ કાર્યવાહી તથા ફેડરેશન દ્વારા ટ્રાન્સપોર્ટરને બ્લેક લીસ્ટ કરી ટ્રાન્સપોર્ટરની ડીપોઝીટ માથી રૂા.૨.૭૫ લાખની રીકવરી કરવામાં આવેલ હતી આમ ડેરીમાં ચોરીના બનાવ ન બને તે માટે સ્ટાર્ડડ ઓપરેટીંગ પ્રોસીઝરને અનુસરવામાં આવે છે.
ટેન્ડર વગર કોન્ટ્રાકટ રીન્યુ કરવાના આક્ષેપોનો જવાબ આપતા ડેરીના અધ્યક્ષ જણાવેલ કે, ડેરીમાં ચાલતા દરેક કોન્ટ્રાકટની નિયમ મુજબ દર ત્રણ વર્ષે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે, અને વર્ષ દરમ્યાન સંતોષકારક કામગીરી કરનાર પેઢીની કામગીરીનુ મૂલ્યાંકન કરી ને જ નિયામક મંડળ દ્વારા કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવે છે અને ત્રીજા વર્ષે તો ફરજીયાત નવેસરી ટેન્ડર પ્રક્રિયા કરી અખબારોમાં જાહેરખબરો આપી ભાવો મંગાવવામાં આવે છે, કોઈપણ કોન્ટ્રાકટ નિયમ વિરૂધ્ધ જઈ આપવામાં પણ આવતા નથી કે, રીન્યુ પણ કરવામાં આવતા નથી.
રાજકોટ ડેરીમાં અધ્યક્ષના વતનના ૨૮ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ બાબતે ડેરીના અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ સ્પષ્ટતા કરતા જણાવેલ છે કે, હું ચેરમેન બન્યો તે પહેલા ચાર કર્મચારીઓ તો ડેરીમાં નોકરી કરતા જ હતા, મારા સમય દરમ્યાન માત્ર સાત કર્મચારીઓની ડેરીમાં નિમણૂંક કરવામાં આવેલ છે તે પણ તેઓની લાયકાત અને પરફોર્મન્સ મુજબ નિયમો અનુસાર ભરતી થઈ છે ૨૮ કર્મચારીઓ વાળી વાત તદન ઉપજાવી કાઢેલી અને માત્ર વ્યકિતગત બદનામ કરવા માટે કરવામાં આવી રહી છે છેલ્લા વીસ વર્ષમાં ૪૦ હજાર દૂધ ઉત્પાદકો માંથી ૬૫ હજાર દૂધ ઉત્પાદકો માટે આર્થિક ઉપાર્જનનું માધ્યમ બનેલી અને પ૦.૬૨ કરોડના ટર્ન ઓવરી રૂા.૮૫૦ કરોડના ટર્ન ઓવર સુધી એટલે કે, બે દાયકામાં લગભગ ૧૨૦૦ ટકા ગ્રો કરનાર રાજકોટ ડેરી સૌરાષ્ટ્રની એક નમૂનેદાર સહકારી સંસ્થા છે અને સહકારી સંસ્થા કોઈ નફા માટે નહી પરંતુ તેની સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોના આર્થિક-સામાજીક ઉતન માટે કામ કરતી હોય છે
વર્ષ ૨૦૧૭માં નેપાળના રાષ્ટ્રપતી વિદ્યાદેવી ભંડારીએ રાજકોટ ડેરીની રૂબરૂ મુલાકાત લઈ રાજકોટ ડેરીએ કરેલ પ્રગતિ અને નમૂનેદાર વહિવટની પ્રસંશા કરેલ હતી, ત્યારે રાજકોટ ડેરી આ તમામ બાબતોમાં ખરી ઉતરી છે પરંતુ અમૂક મૂદા ઉછાળીને ખેડુતો-પશુ પાલકોની આ સંસ્થાને ખેડુતો-પશુપાલકોના કહેવાતા હામીઓ બદનામ કરવા ઉપર ઉતરી આવ્યા છે, ત્યારે ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવ્યું હતું કે, ડેરીમાં ભરતીના મૂદે ચોકકસ ટોળકી કાગારોળ મચાવી રહી છે અને ૨૫૦ની જગ્યાએ ૪૫૦ કર્મચારીઓની ભરતી કરી લીધાનુ હળાહળ જુઠાણું ફેલાવી રહેલ છે હકિકતે આજની તારીખે રાજકોટ ડેરીમાં કાયમી કર્મચારીઓની સંખ્યા ૩૬૧ની જ છે, વર્ષ-૨૦૦૦/૨૦૦૧ની સાલમાં ડિરીનું ટર્નઓવર ૫૦.૬૨ કરોડનું હતું ત્યારે કર્મચારીઓની સંખ્યા ૩૦૧ હતી જયારે ૨૦ વર્ષમાં રાજકોટ ડેરીનું ટર્નઓવર વધીને ૮૫૦ કરોડે પહોચ્યું આમ છતા કર્મચારીઓની સંખ્યા માત્ર ૩૬૧ની જ છે.
ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવેલ કે રાજય રજીસ્ટ્રારના પરીપત્ર મુજબ સંઘે વર્ષ ૨૦૦૭-૦૮ના વર્ષમાં દૂધની ઉતરોતર થતી વૃધ્ધી, ટેકનીકલ અને નોન ટેકનીકલ વધતી જતી કામગીરી તેમજ વીકસતી જતી ટેકનોલોજીના મહતમ ઉપયોગ દ્વારા કોશલ્યપૂર્ણ માનવ સંસાધનો દ્વારા ઉત્પાદકતાના ધોરણો હાંસલ કરવા માટે રાજકોટ ડેરીએ તેના ભવિષ્યના પ્રોજેકટ અનુલક્ષી સેટઅપ(મહેકમ)ના નિમયો બનાવી બોર્ડમાં મંજુર કરી સરકારને મોકલાવેલ હતુ, જે મુજબ અલગ અલગ વિભાગો મળી હાલ કુલ ૪૯૩ કર્મચારીઓનું રાજકોટ ડેરીનું મંજુર માળખું છે, તેની સામે આજની તારીખે માત્ર ૩૬૧ કર્મચારી ફરજ બજાવે છે, રાજકોટ દૂધ ઉત્પાદક સંઘનો મુખ્ય ઉદેશ તેમના દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને દૂધના ખરીદભાવ અને સેવાઓનું વધુમાં વધુ વળતર આપવાનો છે. રાજકોટ ડેરીએ તેની કમાણીના ૧૦૦ પૈસામાંથી આશરે ૮૫ થી ૮૭ પૈસા તેના દૂધ ઉત્પાદકોને ચુકવવામાં આવેલ છે જયારે રાજકોટ ડેરીના કર્મચારીઓના પગાર-ભથ્થાનો ખર્ચ ૧૦૦ પૈસામાંથી ૩.૪ પૈસા છે આમ પગારના બોજને કારણે દૂધ ઉત્પાદકોને ભાવ ન મળતા હોવાની વાત તથ્યહીન છે રાજકોટ ડેરીમાં કરવામાં આવતી ભરતીમાં સગાવાદ, ભ્રષ્ટ્રાચાર વગેરેને કોઈ સ્થાન નથી, રાજકોટ દૂધ સંઘમાં જુદા જુદા વિભાગોમાં થતી જુદી જુદી કામગીરીઓ માટે વિભાગને મળેલા પ્રોજેકટસને અનુરૂપ લાયકાત ધરાવતા સંઘના મંજુર માળખામાં અલગ અલગ વિભાગમાં જગ્યાઓ મંજુર થયેલ છે જેમાં ખાલી રહેલ જગ્યાઓ માટે જરૂરીયાત મુજબની લાયકાત/અનુભવ ધરાવતા કર્મચારીઓની ભરતી કરતી વખતે પારદર્શક વ્યવસથા અપનાવવામાં આવે છે, આ માટે સંઘ દ્વારા અલગ અલગ વર્તમાનપત્રોમાં જાહેરાત આપી ઉમેદવારોને ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવે છે, અને સંઘના પેટા નિયમ મુજબ ઈન્ટરવ્યું કમીટી બનાવવામાં આવે છે જેમાં જરૂરીયાત મુજબ ફેડરેશન એનડીડીબી અને સંઘના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે, ઉમેદવારોના પરફોર્મન્સલાયકાતને ધ્યાનમાં રાખી કમીટીની ભલામણ મુજબ જે તે કર્મચારીઓની પસંદગી કરવામાં આવતી હોય છે આમ ડેરી દ્વારા પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા કરવામાં આવતી હોય તેમાં આવા તત્વો દ્વારા કરવામાં આવતા ખોટા આક્ષેપો સહકારીતાને ખોટી રીતે બદનામ કરે છે. સંઘના નિયામક મંડળ તથા અધ્યક્ષ માટે દૂધ ઉત્પાદકોનું હીત સર્વોપરી છે આવા લોકોની વાતો સાંભળી ગેરમાર્ગે ન દોરાતા રાજકોટ દૂધ સંઘ ઉપર દૂધ ઉત્પાદકો અને ઉપભોકતાઓ વિશ્વાસ કાયમ રાખે તેવી સંઘના અધ્યક્ષએ અપીલ કરેલ છે.