રાજકોટ બાર એસો. ની ચુંટણીમાં સમરસ પેનલમાં નિષ્ણાંત યુવા ધારાશાસ્ત્રીઓએ ઝુકાવ્યું છે. ‘અબતક’ ની મુલાકાતુે આવેલા સમરસ પેનલના ઉમેદવારોએ એક સાથે એવો મત વ્યકત કર્યો હતો કે બાર એસો.ની રચનાની પ્રક્રિયાને ભલે ચુંટણી કહેવામાં આવતી હોય પણ આ પ્રક્રિયામાં કયાં રાજકારણ રમાતું નથી. સમરસ પેનલનો મુખ્ય હેતુ રાજકોટમાં ઉભી થનારી ન્યાયની આંતરમાળખા કે સુવિધામાં લોકોને વધુમાં વધુ સવલત મળી રહે ન્યાય પ્રક્રિયા વધુ સુદ્રઢ બને તે માટે જનપ્રતિનિધિ તરીકે બાર એસો.ની કામગીરીને વધુ અસરકારક બનાવી સમરી પેનલ ચુંટી લડી રહે છે.

અમિત એસ.ભગત પ્રમુખ પદના ઉમેદવાર

અમીત એસ. ભગત છેલ્લા ર8 વર્ષોથી વકીલાત કરે છે અને સીવીલ, બોર્ડ ઓફ નોમીની, તેવો ક્રિમીનલ અને રેવન્યુ પ્રેકટીસ ધરાવે છે. વકીલાતની શરુઆત સીનીયર વકીલ શરદભાઇ અને મધુસુદનભાઇ સોનપાલ સાથે કરેલી બારમાં 6 વાર કારોબારી સભ્ય, બેવાર જોઇન્ટ સેક્રેટરી, બે વાર ટ્રેઝરર તરીકે સેવા આપેલી  બેવાર હોદેદારોમાં બિનહરીફ પણ ચુંટાયેલા તમામ સીનીયર તથા જુનીયર વકીલશ્રીઓનો ટેકો સાંપડી રહેલ છે, અને સમરસ પેનલમાંથી પ્રમુખપદ પર ચુંટી કાઢવા નમ્ર અપીલ કરેલ છે.

સિઘ્ધરાજસિંહ કે. જાડેજા : ઉપપ્રમુખ પદના ઉમેદવાર

વકીલાતનો વ્યવસાય સને 1997ની સાલમાં શરુ કરેલો અને સને 2001 ની સાલમાં રાજકોટ બાર એસોસીએશન માં કારોબારી જુનીયર બાર એસો. માં પ્રમુખ તરીકે સર્વસંમચિત બીનહરીફ ચુંટાયેલા ઇન્ડીયન એસો. ઓફ લોયરર્સ ના ડીસ્ટ્રીકટ ચેરમેન તરીકેની નિમણુંક પામી વકીલોના પ્રશ્ર્ને સતત જાગૃત રહી અગ્રેસર રહેલા છે. સને 2010માં બાર એસો. માં ટ્રેઝરર તરીકે બીનહરીફ ચુંટાઇ આવી વકીલોના તમામ પ્રશ્ર્નોનો નિકાલ લાવેલા હતા.સને 2013 અને 2019 વર્ષમાં બાર એસો.માં ઉપપ્રમુખ પદે ચુંટાઇ આવેલા હતા.

જોઇન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર ધર્મેશ સખીયા

બાર એસો.ની ચુંટણીમાં સમરસ પેનલમાંથી જોઇન્ટ- સેક્રેટરીના પદ માટે ધર્મેશ સખીયા ઉમેદવારી નોંધાવવાના છે. વષ 2015-16 માં કારોબારી સભ્ય તરીકે ચુંટાઇ આવેલ. વકીલો માટે ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ સફળ આયોજન કરેલ. હાલમાં શહેર ભાજપ લીગલ સેલના સંપર્ક પ્રમુખ તરીકે પણ જવાબદારી નીભાવી રહ્યા છે. ડીસ્ટ્રીકટ બાર એસો.માં સંગઠન કમીટીના સભ્ય તરીકે  સેવા આપી રહ્યા છે. ખોડલધામ લીગલ સેલમાં સભ્યપદ ધરાવે છે. રેવન્યુ બાર એસો.ના કારોબારી સભ્ય છે.

લાઇબ્રેરી સેક્રેટરી પદના ઉમેદવાર સુમીતકુમાર વોરા

રાજકોટ બાર એસો. ની વર્ષ 2022ની ચુંટણીમાં સમરસ પેનલમાંથી લાઇબ્રેરી સેક્રેટરી તરીકે સુમીતભાઇ વોરા ઉમેદવારી નોંઘવવા જઇ રહ્યા છે. વકીલાતના વ્યવસાયમાં વર્ષ 2008 થી સીવીલ, ક્રીમીનલ તથા રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીશ કરે છે. વર્ષ 2014-15 અને વર્ષ 2016-17 માં કારોબારી સભ્ય તરીકે ફરજ નિભાવી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયદા વિભાગના હયુમન રાઇટસ ડીપાર્ટમેન્ટમાં વાઇસ ચેરમેન અને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટમાં પેનલ એડવોકેટ તરીકે યોગદાન આપી રહેલા છે. ખોડલધામ લીગલ સેલમાં વકીલોના નોલેજ શેરીંગની પ્રવૃતિમાં કાર્યશીલ છે.

સેક્રેટરી પદના ઉમેદવાર : દિલીપ મહેતા

દિલીપ એમ. મહેતા બાર એસો.ની ચુંટણીમાં સેક્રેટરી પદ માટે દીલીપ મહેતા નોંધાવવા થઇ રહ્યા છે. સીવીલ તથા રેવન્યુ પ્રેકટીસ કરી રહ્યા છે. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર તથા આસીસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર તરીકે નિમણુંક થયેલા છે. પ્રમાણિકતાથી ફરજ બજાવી રહ્યા છે. નોટરી બાર એસો.ના સભ્ય છે. દીલીપભાઇ મહેતા રેવન્યુ બાર એસો.ના સ્થાપક ઉપપ્રમુખ છે. લીગલ સેલના કેમ્પસ ક્ધવીનર તરીકે સેવા આપી ચુકેલા છે. મળતાવળા સ્વભાવના હોય તેઓની ઉમેદવારીથી તમામ એડવોકેટોમાં આનંદની લાગણી ફેલાયેલી છે.

ટ્રેઝરર પદના ઉમેદવાર : જીતેન્દ્ર પારેખ

બાર એસો.ની ચુંટણી યોજાનાર છે જેમા સમરસ પેલનમાથી જીતેન્દ્ર એચ. પારેખ ટ્રેઝરર પદ પર દાવેદારી રજુ રાખેલી છે. ક્રિમીનલ, સીવીલ અને રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીસ કરી રહેલા છે. તેઓ જુનીયર એડવોકેટ એસો. અને હાલ સૌરાષ્ટ્ર જુનીયર એડવોકેટ એસો. ના કો.-ફાઉન્ડર તરીકે રહેલા છે. છેલ્લા એક વર્ષથી ન્યુ કોર્ટ બિલ્ડીંગ કમીટીમાં મેમ્બર તરીકે સેવા આપી રહેલ છે. ભાજપ કારોબારી સભ્ય તરીકે કાર્યરત છે. સામાજીક તથા રાજકીય સંસ્થાઓમાં સેવા આપીરહ્યા છે. ઓલ ઇન્ડિયા બાર એકઝામિશેનની પરીક્ષાના કલાસીસ ચાલુ કરાવેલા તેઓનો મળતાવળો સ્વભાવ હોવાથી સીનીયર તથા જુનીયર એડવોકેટઓમાં પોતાની આગવી ઓળખ ઉભી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.