મોરબીના સિરામિક ઉદ્યોગની વધુ એક ઉંચેરી ઉડાન

મોરબીમાં વિકાસ પામેલો સિરામિક ઉદ્યોગ તમામ મર્યાદાઓને પાર કરીને આજે વિશ્વમાં વિખ્યાત બન્યો છે અને મોરબીની સિરામિક ફેકટરીમાંતૈયાર થતી સિરામિક ટાઈલ્સ વિશ્વના મોટાભાગના દેશોમાં વપરાય છે ત્યારે હવે મોરબીના સિરામિક ઉધોગની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે જેમાં મોરબીનું અગ્રણી સિરામિક ગ્રુપ સીમ્પોલો ગ્રુપ પીએમ નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર બનેલી ફિલ્મમાં મીડિયા પાર્ટનરની ભૂમિકા નિભાવી રહ્યું છે

મોરબીના યુવા ઉદ્યોગપતિ જીતુભાઈ અઘારા અને ભરતભાઈ અઘારા દ્વારા સીમ્પોલો ગ્રુપનું સંચાલન કરવામાં આવતું હોય અને પોતાની બ્રાંડને વિશ્વસ્તરે લઇ જનાર યુવા સાહસિકો હવે ફિલ્મમાં મીડિયા પાર્ટનર અને કો બ્રાન્ડીંગ માટે કાર્યરત છે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર આધારિત ફિલ્મ પીએમ મોદી રીલીઝ થવાની તૈયારી છે અભિનેતા વિવેક ઓબેરોયે પીએમ નરેન્દ્ર મોદીનું પાત્ર અને દેશભક્તિથી ભરપુર ડાયલોગ ફિલ્મ રીલીઝ પૂર્વે જ ધૂમ મચાવી રહ્યા છે

ત્યારે પીએમ મોદીના પાત્ર અને તેમના જીવનને દર્શાવતી ફિલ્મમાં મોરબીનું સિરામિક ગ્રુપ સીમ્પોલો ગ્રુપ મીડિયા પાર્ટનર તરીકેની ભૂમિકામાં છે અને વિવેક ઓબેરોય દ્વારા સીમ્પોલો ટાઈલ્સને પ્રમોટ પણ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગે વધુ એક સિદ્ધિનું શિખર સર કર્યું છે તેમ કહી સકાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.