પર્વાધિરાજ પર્યુષણ પર્વના સપ્તમ મંગલ પ્રભાતે ડુંગર દરબારમાં આત્માના નેચર પર પ્રભુની સિગ્નેચર કરવાના સઁકલ્પ સાથે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં શુભારંભ કરાયો
પર્વાધિરાજ પર્યુષણ પર્વનાસપ્તમ દિવસે રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં પરમ પૂ.ગુરુદેવો દિવ્યાત્માના જય જયકાર સાથે આજની ધર્મસભાનો શુભારંભ થયો હતો. આજના સંઘપતિ તરીકે માણાવદરના ચંદ્રકાન્ત નાનાલાલ દોશી (રાજુ એન્જીનીયરીંગ -શાપર)પરિવારે પૂ.ગુરુદેવના આર્શીવાદ અને અનુમોદના સાથે આજની ધર્મસભાનો ધર્મલાભ લીધો હતો. સાથે સાથે દોશી પરિવારની સેવા ભાવનાને બિરદાવતા આવાં કર્યો નિરંતર કરે તેવા આશીર્વાદ આપ્યાં હતાં.
મારા નેચર પર પ્રભુ તમારી સિગ્નેચર થઈ જાય તો મારું ફયુચર સુધરી જાય એવાં ભાવ સાથે પૂ.ગુરુદેવે આજની ધર્મસભાનો પ્રારંભ કરાવ્યો હતો. ધર્મ સાથે સાયન્સના જોડાણને સમજાવતાં પૂ.ગુરુદેવે સમજાવ્યું હતું કે, સાચા ભાવિકના દિવસની શરૂઆત પ્રાથનાથી થવી જોઈએ. પ્રાથના, બોડીની એનર્જીને બેલેન્સ કરવાનું કામ કરે છે જેના ઘરનો દિવસ પ્રાથનાથી શરૂ થાય તે ઘરમાં મેડિકલનું બિલ ઘટતું જાય છે. આપણાં ઘરમાં ર્પ્રાના જ્યારી ઘટી છે ત્યારી પ્રોબ્લેમ્સ વધતાં જાય છે. ભાવિકનો બીજો સંકલ્પ હોવો જોઈએ પ્રભુ અવા સંતદર્શન. સવારે જ્યાં સુધી પ્રભુ અવા ગુરુભગવંતોના દર્શન ન થાય ત્યાં સુધી પાણી ન પીવાનો સંકલ્પ કરાવતાં પૂ.ગુરુદેવે જણાવ્યું હતું કે સવારમાં સંતદર્શન કરવાથી વિકારોનું શમન થાય છે.દર્શન થાય ત્યાં નયન શાંત થઈ જાય અને પ્રભુના સિગ્નેચર થઈ જાય છે. ત્રીજો સંકલ્પ કરાવ્યો હતો સત્સંગનો જીવનમાં સત્સંગનું અનેરું મહત્વ છે. જીવને પરમાત્માની વાણીથી ભાવિત કરવાની શ્રેષ્ઠ ચાવી સત્સંગ છે.
આવતીકાલની સંવત્સરીને ર્સાક કરવી હોય તો અહંકાર, કડવાશ નામના રાક્ષસની લાશને પ્રતિક્રમણના સ્મશાનમાં બાળીને ક્ષમાપના કરવી એ જ ભાવિક કલ્યાણમાર્ગનો પકિ બને છે. એમ પૂ.ગુરુદેવે ફરમાવ્યું હતું. દરેક ભાવિક દ્વારા પોતાની સવાર,બપોર,સાંજ, ચાલ, શબ્દ,દ્રષ્ટિ, શ્વાસ કેવો હોવો જોઈએ તેની અનુપ્રેક્ષા થાય તેના પર પ્રભુની સિગ્નેચર થઈ જાય છે. આજના સાતમા દિવસે સ્વકલ્યાણ સાથે સર્વકલ્યાણભાવ સાથે પ્રભુ કરે તે હું કરું અને હું કરું તે પ્રભુ કરે તે ભાવના જાગવા લાગે ત્યારે પ્રભુની સિગ્નેચર મારા નેચર પર થઈ જાય થતો જીવન સાર્થક થઈ જાય.
ઈનર કલીનીંગ કોર્સના સાતમા દિવસે તસ્સ ભંતે ,પડીકકમામિ, નીંદમિ.. કરીને સ્વદોષની નિંદા કરી,વારંવાર આલોચના કરી દોષોમાંથી મુક્ત થઈને આંતરશુદ્ધિ કરવા માટેની અંતર નિરીક્ષણની ધ્યાન સાધના પૂ.ગુરુદેવે કરાવી હતી. આત્મવ પરના સ્વદોષરૂપી છાંટાને મુહૂર્ત(૪૮મિનિટ)વિતે અને કર્મો નિકાચિત થઈ જાય તે પહેલાં તે પહેલાં ક્ષમાપના કરવાથી પાપ હળવું થઈ જાય છે અને વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમ પૂ.ગુરુદેવે ફરમાવ્યું હતું.
આવતીકાલે સંવત્સરીના પાવન અવસરે ડુંગર દરબારમાં ૮.૩૦ થી૧૨ સુધી સ્વ સાથે સર્વની ક્ષમાપના પ્રવચન,૩.૩૦ થી ૫.૨૦ સમૂહ આલોચના (અંતરના ચક્ષુને ખોલવાની પ્રક્રિયા) તા ૬.૦૦થી સમૂહ પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. જેની દરેક શ્રાવકોએ નોંધ લેવા અનુરોધ કર્યો હતો. અંતમાં, ધર્મસભામાં રહેલાં ભાવિકોને આંખ પર પટ્ટી બંધાવીને મહાવિદેહક્ષેત્રની યાત્રા કરાવવાનો અનેરો અનુભવ પૂ.ગુરુદેવે કરાવ્યો હતો.
એકવીસ વર્ષ બાદ રાજકોટ રોયલ પાર્ક ઉપાશ્રયના આંગણે ૭૫ થી વધુ સંત સતીજીઓના સમૂહ ચાતુર્માસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી પ્રસંગે ભાવિકોના હૃદયમાં ભક્તિ સાથે તપશ્ચર્યાનો પણ આવિર્ભાવ થયો હતો. ૫૫૦ જેટલાં ભાવિકોએ ૬૦ ઉપવાસ, ૩૬ ઉપવાસ, ૨૫ ભાવિકોના માસક્ષમણ, સિધ્ધીતપ, ૫૦ ભાવિકોના ધર્મચક્ર, સોળભથ્, અગિયાર ઉપવાસ,નવ્વાઈ અઠ્ઠાઈ જેવાં ઉગ્ર તપની આરાધના કરી છે તમામ તપસ્વીઓના સમૂહ પારણાનું આયોજન પૂ.ગુરુદેવની નિશ્રામાં ડુંગર દરબાર મુકામે શુક્રવારના રોજ રાખવામાં આવેલ છે.