હળવદ શિક્ષણ ક્ષેત્રે દિનપ્રતિદિન આગળ વધી રહ્યું છે. ત્યારે હળવદમા મધ્યમ વર્ગના કુટુંબ ની દિકરીએ સીએના બીજા વષેમા મોરબી જીલ્લામા પ્રથમ નંબર મેળવી હળવદનુ ગૌરવ વધાર્યુ છે.
હળવદ સૈયદવાસમા રહેતા મધ્યમ વર્ગના કુટુંબ ની દિકરી મુસ્કાન રજાકભાઈ સુમરા સીએની બીજા વષેમા અભ્યાસ કરી રહી હતી.પરીણામ જાહેર થતા તે ફસ્ટ ક્લાસ પાસ થયેલી અને મોરબી જીલ્લામા પ્રથમ નંબર મેળવી હળવદનુ ગૌરવ વધાર્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે થોડા દિવસ પહેલા જ પ્રાપ્તિ પંચોલી સીએની ફાઈનલ પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. ત્યારે મુસ્કાને જણાવ્યું હતું કે મારે ફાઈનલમા ગુજરાતનુ ગૌરવ વધારવુ છે.ધોરણ ૧૨મા ૯૭ ટકા મેળવી હળવદમા પ્રથમ હતી અત્યારે સુરેન્દ્રનગર બીકોમ ત્રીજા વર્ષમા અભ્યાસ કરી રહી છે.મધ્યમ વર્ગના પરીવારમા રહેતી મુસ્કાનના પિતાને ઈલેક્ટ્રોનીકની દુકાન ધરાવે છે. જયારે માતા ઘરકામ કરે છે તેના પરીવારમા બે ભાઈઓ છે.તો સાથોસાથ દિકરીઓને મુસ્કાન સંદેશ આપે છે કે દરેક દિકરીઓએ પોતાના પગ ઉભા રહી નારીશક્તિ હવે કમજોર નથી તેવુ સાબિત કરવુ જોઈએ.