સરકાર-૩, મેરી પ્યારી બિંદુ, હિંદી મીડીયમ, હાફ ગર્લફ્રેન્ડ, સચિન વિગેરે ફિલ્મો રીલીઝ માટે તૈયાર
ગયા શુક્રવારે ફિલ્મ ‚પમાં મહામુકાબલા બાદ મે મહિનામાં ટ્રવેન્ટી/૨૦ જેવા મસાલા મુવી જોવા મળશે. મેરી પ્યારી બિંદુ, હાફ ગર્લફ્રેન્ડ, ઈંગ્લીશ મીડિયમ, સરકાર-૩, સચિન (બાયોપિક) વિગેરે ફિલ્મો રીલીઝ માટે તૈયાર છે.
આગામી શુક્રવારે તારીખ ૦૫મી મેના રોજ એકપણ મોટી ફિલ્મ રીલીઝ નહીં થાય. કેમ કે, હજુ દર્શકોના દિલ-ઓ-દિમાગમાંથી બાહુબલીનું હેંગઓવર ઉતર્યું નથી.
ત્યારબાદ તારીખ ૧૨ મેના રોજ ત્રણ મોટી ફિલ્મો રીલીઝ થઈ રહી છે. જેમાં સરકાર-૩, હિંદી મીડીયમ અને મેરીપ્યારી બિંદુ સામેલ છે. સરકાર-૩માં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, યામી ગૌતમ, મનોજ બાજપાઈ, રોનીત રોય, અમિત સાધ વિગેરે છે. ડાયરેકટર રામ ગોપાલ વર્માની આ ફિલ્મ પોલિટિકલ ક્રાઈમ થ્રિલર છે. બચ્ચનના આશિક આ ફિલ્મ જ‚ર જોવા જશે.
આ સિવાય, ઈરફાન ખાનની ફિલ્મ હિંદી મીડીયમ એક રોમેન્ટિક કોમેડી છે. જેમાં તેની સાથે પાકિસ્તાની એકટ્રેસ સબા કામરની મહત્વની ભૂમિકા છે. આ એક પોપ કોર્ન મુવી છે. સહપરીવાર જોઈ શકાય તેવી છે.
આયુષ્યમાન ખુરાના અને પરીનીતિ ચોપરાની ફિલ્મ મેરી પ્યારી બિંદુ પણ યંગ જનરેશનને ગમશે. તેના ગીતો હા રે હા મેં દિલ હારા (અરીજિત સિંઘ) અને પરીનીતિના કંઠે ગવાયેલું માના કે હમ પ્યાર નહીં બંને સુપરહીટ થઈ ચૂકયા છે.
એકંદરે, ૧૨મી મે એ સરકાર-૩, હિંદી મીડિયમ અને મેરી પ્યારી બિંદુનો ત્રિપાંખિયો જંગ ખેલાશે. આ સિવાય, થોડી થોડી સી મનમરજિયા નામની એક ફિલ્મની રીલીઝ ડેટ પણ ૧૨મી મે છે. જો કે, આ ફિલ્મ નિયત તારીખે રીલીઝ થાય તેવા ચાન્સ ઘણા ઓછા છે. ત્યારબાદ, તારીખ ૧૯મી મેના રોજ વાળા ડાયરેકટર મોહિત સુરીની મૂવી આવી રહી છે. જે લેખક ચેતન ભગતની અંગ્રેજી નવલકથા હાફ ગર્લફ્રેન્ડ પર આધારિત છે. ફિલ્મમાં અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર છે. તેઓ પ્રથમ વખત ફિલ્મીપડદે જોડી જમાવશે. આ ફિલ્મની સ્ટોરીલાઈન તાકાતવાળી છે.
મે માસના અંતમાં ૨૬ તારીખે જેમ્સ એર્સકિને તૈયાર કરેલી સચિન તેંડુલકરની બાયોપિક સચિન: અ બિલિયન ડ્રીમ્સ સિનેમાઘરોમાં રજુ થશે. ક્રિકેટ રસિયાઓ માસ્ટર બ્લાસ્ટરની બાયોપીકમાં રસ દાખવી રહ્યા છે.
ચલતે ચલતે:એ ફિલ્મ રીલીઝ થયાના ચોથો દિવસ એટલે કે સોમવારના કલેકશનનો વિક્રમ રચ્યો છે. ફિલ્મ એ સોમવારે દેશભરમાં ‚પિયા ૩૯ કરોડનો બિઝનેશ કર્યો હતો.
‘‘રામ-લીલા’ના સેટ પર દીપિકા શું કામ રડી હતી?
સુપર એકટ્રેસ દીપિકા પડુકોન આમ તો સ્ટ્રોંગ લેડી છે. તે તેણે હોલીવૂડની ફિલ્મ (ટ્રિપલ એકસ)માં કામ કરીને સાબિત કરી દીધું છે પરંતુ શું તમે જાણો છો ? વર્ષ ૨૦૧૩માં ફિલ્મ રામ-લીલાના સેટ પર દીપિકા રડવા લાગી હતી. થયું એવું કે ડાયરેકટર સંજય લીલા ભણસાલીએ છેલ્લી ઘડીએ દીપિકાના ડાયલોગ્સમાં બદલાવ કર્યો.દીપિકાએ તો અગાઉના ડાયલોગ્સ યાદ કરીને રાખ્યા હતા. શોટ રેડી હતો અને છેલ્લી ઘડીએ ડાયલોગ્સમાં ફેરફાર કરાતા ડિપ્પી ઉર્ફે દીપિકાની આંખમાંથી ગંગા-જમુના વહેવા લાગી હતી. જો કે, અત્યારે દીપિકા પડુકોન, સંજય લીલા ભણસાલીની જ ફિલ્મ પદ્માવતીના શૂટીંગમાં વ્યસ્ત છે.
બિગ–બીના કંઠે ગણેશ આરતી
ફિલ્મ સરકાર-૩માં મેગા સ્ટાર અમિતાભ બચ્ચનના અવાજમાં ગણેશ આરતી છે. બિગ-બીના કંઠે મરાઠીમાં ગવાયેલી ગણેશ આરતી શ્રોતાઓને-દર્શકોને ભાવવિભોર કરી દેશે તેમાં બે મત નથી. ફિલ્મના ડાયરેકટર રામુ ઉર્ફે રામગોપાલ વર્માએ અમિતાભની ગણેશ આરતીનો વીડિયો ટિવટર પર પોસ્ટ કર્યો છે જેને સંખ્યાબંધ લાઈકસ મળી રહી છે.