કેન્દ્ર સરકારની સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ કરતા મોદી કેર હેઠળ ૨૦ ટકા ઓછા ખર્ચે સારવાર, સર્જરી ઈ શકે
દેશમાં તબીબી ક્ષેત્રે સેવાઓ અને સંશાધનોનું ભાવ બાંધણું કરવા કેન્દ્ર સરકારની મોદી કેર યોજના મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. મોદી સરકારની અતિ મહત્વકાંક્ષી નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ હેઠળ બાયપાસ, ની-ટ્રાન્સપ્લાન્ટ સહિતની સારવાર માટે સરકારની જ સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કીમ કરતા ૨૦ ટકા જેટલો ઓછો ખર્ચ થાય છે. સરકારે યોજના હેઠળ સારવારના ૧૩૫૪ પેકેજનું ભાવ બાંધણું કર્યું છે.
સરકારના આ પેકેજમાં કાર્ડીયોલોજી, ર્ઓોપેડીકસ, યુરોલોજી, ઓનકોલોજી સહિતની ૨૩ સ્પેશ્યાલીટીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં એનજી પ્લાસ્ટીનો ખર્ચ દોઢી બે લાખ થાય છે. જયારે મોદી કેર હેઠળ ૫૦ થી ૬૫ હજારનો ખર્ચ થાય છે. જયારે ઘુંટણના ટ્રાન્સપ્લાન્ટ માટે ખાનગી હોસ્પિટલમાં સાડા ત્રણ લાખ જેટલો ખર્ચ તો હોય છે પરંતુ મોદી કેર હેઠળ ૮૦ હજારનો ખર્ચ ભોગવવો પડે છે.
કેન્દ્ર સરકારની મોદી કેર યોજનાના કારણે લોકોને સ્વાસ્થ્યની નોંધપાત્ર સગવડો સસ્તા દરે મળી રહેશે.
ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર થઈ શકશે. મોંઘી દાટ સર્જરીઓ પાછળ ખર્ચાતા નાણા અટકશે. કેન્દ્ર સરકાર હાલ લોકોના સ્વાસ્થ્ય માટે ૨ જેટલી મસમોટી યોજનાઓ ચલાવી રહી છે. આ બન્ને યોજનાઓના કારણે લોકોને સ્વાસ્થ્યમાં ઘણો ફાયદો થશે.
મોદી કેર હેઠળ ભાવ બાંધણું
સર્જરી
|
ખર્ચ
|
મણકાની એનજીઓપ્લાસ્ટી, સીંગલ સ્ટેન્ડ
|
૫૦,૦૦૦
|
ફેફસાની ધમનીનું સ્ટેન્ટીંગ
|
૪૦,૦૦૦
|
કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફટીંગ
|
૯૦,૦૦૦
|
ફેફસાના વાલ્વનું રિપ્લેસમેન્ટ
|
૧,૨૦,૦૦૦
|
ફેફસામાં રસી
|
૪૫,૦૦૦
|
કાર્નિયર ગ્રાફટીંગ
|
૮,૫૦૦
|
ટોટલ હીપ રિપ્લેસમેન્ટ
|
૯૦,૦૦૦
|
ઘુંટણ રીપ્લેસમેન્ટ
|
૮૦,૦૦૦
|
ગર્ભાશય રીમુવલ
|
૨૦,૦૦૦
|
સારણગાંઠની સારવાર
|
૧૫,૦૦૦
|
સીઝીરીયન ડિલીવરી
|
૯,૦૦૦
|
બ્રેયન બ્રાયોકસી
|
૧૫,૦૦૦
|
વાયની સર્જરી
|
૫૦,૦૦૦
|
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com